શ્રીદેવીના એકાઉન્ટ પરથી પતિ બોની કપૂરે કરી ભાવુક ટ્વિટ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીના એકાઉન્ટ પરથી પતિ બોની કપૂરે કરી ભાવુક ટ્વિટ

શ્રીદેવીના એકાઉન્ટ પરથી પતિ બોની કપૂરે કરી ભાવુક ટ્વિટ

 | 8:57 am IST

બૉલિવુડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના અકાળે નિધન બાદ તેમના પતિ બોની કપૂરે પહેલી વખત પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે શ્રીદેવીના ટ્વિટર એકાઉન્ટ પર એક લાંબો પત્ર લખ્યો. તેમાં તેમણે કહ્યું કે તેમના માટે શ્રીદેવી કેટલી અગત્યની હતી. બોની કપૂરે લખ્યું- ‘એક મિત્ર, પત્ની, અને બે યુવાન દીકરીઓની માતાને ગુમાવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.’

હું મારા મિત્રો, પરિવાર, સહયોગી, શુભચિંતક અને અગણિત ફૈન્સનો આભાર વ્યક્ત કરવા માંગીશ, જે આ સમયે મારી સાથે ઉભા રહ્યાં. હું ભાગ્યશાળી છું કે મને અર્જુન અને અંશુલાનો સપોર્ટ અને પ્રેમ મળ્યો. તેઓ પિલરની જેમ તાકત બનીને મારી જાહ્નવી અને ખુશીની સાથે ઉભા રહ્યાં.

દુનિયા માટે તેઓ તેમની ‘ચાંદની’ હતી, કમાલની અભિનેત્રી હતી, તેમની શ્રીદેવી હતી, પરંતુ મારા માટે પ્રેમ હતી, મિત્ર, મારી દીકરીઓની માતા, મારી પાર્ટનર. મારી દીકરીઓ માટે સર્વસ્વ હતી. તેમનું જીવન હતી. તે ધરી હતી તેની આસપાસ અમારો પરિવાર ચાલતો હતો. મારી સૌથી ભલામણ છે અમારી પ્રાઇવસીનું સમ્માન કરો.

બોની કપૂરે લખ્યું કે અત્યારે હું એ ચિંતામાં છું કે મારી દીકરીઓનું રક્ષણ કેવી રીતે થશે? હવે શ્રી વગર આગળ તેઓ કંઇ રીતે પોતાનો રસ્તો અખત્યાર કરશે? તે અમારી જિંદગી, તાકત, અને મુસ્કાનનું કારણ હતી.

આપને જણાવી દઇએ કે બુધવારના રોજ મુંબઇના વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ગૃહમાં શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરાયા. પતિ બોની કપૂરે શ્રીદેવીના નશ્વર દેહને મુખાગ્નિ આપ્યા.

શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ પરિવારની તરફથી એક નિવેદન રજૂ કરીને પ્રશંસકોના પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે. નિવેદનમાં કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં પ્રશંસકો અને શુભચિંતકોનો પ્રેમ જ હતો, જેને અમને બાંધી રાખ્યો. સાથો સાથ પરિવારની તરફથી તેમના માટે દુનિયાભરના ફૈન્સ, મિત્રજનો અને સમર્થકોનો આભાર વ્યક્ત કરાયો છે.