શ્રીદેવીના મોતને લઇ દિલ્હીનાં પૂર્વ SPએ કર્યો સનસનીખેજ ખુલાસો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીના મોતને લઇ દિલ્હીનાં પૂર્વ SPએ કર્યો સનસનીખેજ ખુલાસો

શ્રીદેવીના મોતને લઇ દિલ્હીનાં પૂર્વ SPએ કર્યો સનસનીખેજ ખુલાસો

 | 12:31 pm IST

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુએ તેમના પ્રશંસકો અને ઇન્ડસ્ટ્રીનાં લોકોને ચોંકાવી દીધા હતાં. ખબરો એવી પણ આવી હતી કે, શ્રીદેવીનું અવસાન દુર્ઘટનાવશ બાથરૂમનાં ટબમાં ડૂબવાથી થયુ હતું. પરંતુ હેવ આ મામલામાં નવો વળાંક આવ્યો છે. એક ખાનગી તપાસ એજેન્સીમાં દાવો કરવામાં આવ્યો છે કે, શ્રીદેવીનું મોત કોઇ દુર્ઘટના ન હતી પરંતુ એક એક વિચારશીલ કાવતરું હતું.

દિલ્હીનાં પૂર્વ એસીપી રહી ચૂકેલા વેદ ભૂષણની એક પ્રાઇવેટ ખાનગી તપાસ એજેન્સી પોલીસ સૉલ્યૂશન ઇન્ડિયાએ દાવો કર્યો છે કે, તેમણે દુબઇની તે હોટલમાં જઇ તપાસ કરી છે. જ્યાં 24 ફેબ્રુઆરીએ શ્રીદેવીએ અંતિમ સ્વાસ લીધો હતો. એજેન્સીએ રવિવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દાવો કર્યો છે કે, દુબઇ પોલીસે એક્ટ્રેસની મોત પર બેદરકારી દાખવી છે. તેમણે યોગ્ય રીતે તપાસ કરી નથી. તેમણે ખુબ જ જલ્દીમાં કેસનો નિર્ણય સોંપી દીધો. તેમણે સંકેત આપ્યા છે કે, આ મામલાની બીજી વખત તપાસ માટે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરશે.

વેદ ભૂષણે એવું પણ કહ્યું છે કે, દુબઇની હોટલ ઝુમેરાહ એમિરેટ્સનાં તે રૂમમાં તો તેમને જવાની પરવાનગી આપવામા નથી આવી જ્યાં શ્રીદેવીનું મોત થયુ હતું, પરંતુ તેની પાસેનાં એક રૂમમાં જઇ તેમણે શ્રીદેવીના મોતને રિક્રિએટ કરી હતી.

તપાસ એજેન્સીએ એવો પણ દાવો કર્યો છે કે, હોટલે ફ્રંટ સ્ટાફને બદલી નાંખ્યો છે અને જે નવો સ્ટાફ આવ્યો છે તેમને આ મામલામાં ચૂપ રહેવાનાં આદેશ આપવામાં આવ્યા છે. જે રૂમમાં શ્રીદેવીની મોત થઇ હતી તે રૂમ હવે કોઇને આપવામાં નથી આવી રહ્યો. સાથે જ તે હોટલમાં પ્ર્રાઇવેટ વીડિયોગ્રાફી પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

તેમનો એવો પણ દાવો છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બેદરકારી થઇ છે. હોટલવાળા અને પોલીસે પણ યોગ્ય રીતે જવાબ આપ્યા નથી.

ભૂષણનું માનવું છે કે, શ્રીદેવની મોતને લઇ કોઇને ફાયદો થાય છે તે પક્ષમાં પણ પોલીસે કાર્યવાહી કરવાની હતી. પરંતુ એવું કંઇ જ થયુ નહી. હાલમાં જ ફિલ્મમેકર સુનિલ સિંહે પણ દાવો કર્યો હતો કે, શ્રીદેવીના નામ પર ઓમાનમાં 240 કરોડનો વીમો કરવામાં આવ્યો હતો, જે તેવી હાલતમાં જ મળતો જ્યારે શ્રીદેવીનું મોત દુબઇમાં થતું. આ પ્રકારની વાતોથી શ્રીદેવીની મોત પર ફરીથી વિવાદ શરૂ થઇ ગયો છે. સુનિલ સિંહે આ મામલામાં સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે આ મામલામાં અરજીને નકારી કાઢી હતી.