શ્રીદેવીનાં માનમાં કરણ જોહર હવે ફિલ્મ શિદ્દત નહીં બનાવે!  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીનાં માનમાં કરણ જોહર હવે ફિલ્મ શિદ્દત નહીં બનાવે! 

શ્રીદેવીનાં માનમાં કરણ જોહર હવે ફિલ્મ શિદ્દત નહીં બનાવે! 

 | 1:45 am IST

બોલિવૂડની પહેલી લેડી સુપરસ્ટાર એવી અભિનેત્રી શ્રીદેવીનાં નિધનથી બોલિવૂડ સદમામાં છે. શ્રીદેવીનાં મિત્ર એવા કરણ જોહરે ફિલ્મ શિદ્દત બનાવવાનો વિચાર ડ્રોપ કરી દીધો છે. ફિલ્મમેકર આનંદ એલ રાયની આગામી ફિલ્મ ઝીરોમાં છેલ્લીવાર શ્રીદેવી સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાની છે. શ્રીદેવીનાં આકસ્મિક નિધનથી બોલિવૂડ ગમગીન બની ગયં છે. તેના સારા મિત્ર અને ફિલ્મમેકર કરણ જોહરને તેનો જોરદાર ધક્કો લાગ્યો છે. પોતાની આગામી ફિલ્મ શિદ્દતમાં કરણ જોહર શ્રીદેવી અને સંજય દત્તને મુખ્ય ભૂમિકામાં લેવા માગતો હતો. આ વિચાર હવે કરણે પડતો મૂક્યો છે અને તે હવે કયારેય આ ફિલ્મ નહીં બનાવે એવી જાહેરાત કરી છે. કરણ જોહરની આગામી ફિલ્મ શિદ્દતમાં શ્રીદેવી, સંજય દત્ત, વરુણ ધવન અને આલિયા ભટ્ટ મુખ્ય કિરદારોમાં હતા. આ ફિલ્મ હવે ડબ્બા બંધ કરી દેવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શનનું કામ અભિષેક વર્મનને સોંપાયું હતું. ધર્મા પ્રોડકશનની ફિલ્મ ગુમરાહ બાદ શિદ્દતમાં શ્રીદેવી જોવા મળવાની હતી પરંતુ હવે તે હવે ક્યારેય સિલ્વર સ્ક્રીન પર જોવા નથી મળવાની તેથી કરણ જોહરે પણ આ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું છે.