Sridevi’s 'Naagin' Ft. 'Psycho Saiyaan' Is More Entertaining Than ‘Saaho’
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘શ્રીદેવીએ પ્રભાસ અને શ્રદ્ધાને નીચું જોવડાવ્યું’ VIDEO જોઈ લોકોએ કર્યો કોમેન્ટોનો મારો

‘શ્રીદેવીએ પ્રભાસ અને શ્રદ્ધાને નીચું જોવડાવ્યું’ VIDEO જોઈ લોકોએ કર્યો કોમેન્ટોનો મારો

 | 12:47 pm IST

બોક્સ ઓફિસ પર હાલમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’નો જલવો યથાવત છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ફિલ્મ ‘સાહો’એ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મના નિર્માતાઓએ સોમવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. પરંતુ લોકોમાં ક્યાંય અને ક્યાંક સાહો અને પ્રભાસ પ્રત્યે ભડાસ છે એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે સોશિયલ મીડિયામાં મીમ્સ અને ફન્ની વીડિયો વાયરલ થઈ રહ્યા છે એ પ્રમાણે લોકોને મજા ન આવી હોય એવું લાગી રહ્યું છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે અમરેશ પુરી અને શ્રીદેવીનું એક જૂનું ગીત ચાલી રહ્યું છે અને એમાં સાહોનું છૈયા સાયકો સોન્ગ એડિટ કર્યું છે. લોકો આ ગીત પર કોમેન્ટ કરી રહ્યા છે કે સાહોના ગીતમાં પ્રભાસ અને શ્રદ્ધાની જે એક્ટિંગ છે એના કરતા તો આ શ્રીદેવી અને પુરી પણ સારી એક્ટિંગ કરી રહ્યા છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન