NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રોમાંચક મેચમાં અંતિમ બોલે શ્રીલંકાનો પાંચ વિકેટે ઓસ્ટ્રેલિયા સામે વિજય

રોમાંચક મેચમાં અંતિમ બોલે શ્રીલંકાનો પાંચ વિકેટે ઓસ્ટ્રેલિયા સામે વિજય

 | 8:18 pm IST

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટી-20 ખૂબ જ રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ બાજી મારી હતી. મેચની અંતિમ ઓવરના અંતિમ બોલે શ્રીલંકાનો ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ત્રણ ટી-20 મેચની સિરીઝમાં શ્રીલંકા આ વિજય સાથે 1-૦થી આગળ થઈ ગયું છે.

ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરીને 169 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. શ્રીલંકાએ આ લક્ષ્યાંક અંતિમ ઓવરના અંતિમ બોલે હાંસલ કરી દીધો હતો. શ્રીલંકાની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. બીજી ઈનિંગની પહેલી જ ઓવરના અંતિમ બોલે શ્રીલંકાનો કેપ્ટન ઉપુલ થરંગા ખાતુ ખોલાયા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. કમિન્સની ઓવરમાં તે કિપરની હાથે ઝિલાઈ ગયો હતો. આ વિકેટ બાદ લંકાની બેટિંગમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિરોશન ડિકવેલા અને દિલશાન મુનાવિરા વચ્ચે બીજી વિકેટની 47 બોલમાં 74 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ વિજયનો રસ્તો ખુલ્લો મુક્યો હતો.

ત્યારબાદ એડમ જમ્પાએ આ બંને ખેલાડીઓને વિકેટ લઈને ફરી એક વખત ઓસ્ટ્રેલિયાની મેચમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ શ્રીલંકા તરફથી અસેલા ગુણારત્નેએ 37 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 52 રનની વિસ્ફોટક બેટિંગ કરીને લંકાને વિજયની વધુ નજીક લઈ જવાનું કામ કર્યું હતું. ગુણારત્નેની બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાની મહેનત પર પાણી ફેરવાતું લાગી રહ્યું હતું. ત્યારબાદ એસ્ટન ટર્નરે ગુણારત્ને અને સિરીવર્ધનાની વિકેટ ઝડપી લેતાં ફરીથી મેચ ઓસ્ટ્રેલિયા તરફ થઈ ગઈ હતી. તે વખતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટના નુકસાને 152 થયો હતો. અંતિમ ઓવરમાં શ્રીલંકાને વિજય માટે 6 રનની જરૂર હતી. પ્રસન્ના (7) અને કપુગેડરા (10)ની જોડીએ શ્રીલંકાને અંતિમ ઓવરના અંતિમ બોલે વિજય અપાવી દીધો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિંચ (43) અને માઈકલ ક્લિંગર (38)એ ઓસ્ટ્રેલિયાને તોફાની ઓપનિંગ અપાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ક્લિંગરે 36 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં વિક્રમ સંજયે ટી-20માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડેબ્યૂ કર્યું હતું.