Srilankan cricket team and players boycott tour of Pakistan
  • Home
  • Sports
  • Cricket
  • એકવાર ફરી પાકિસ્તાન થયું શર્મસાર, શ્રીલંકાના આ 10 દિગ્ગજ ખેલાડીઓએ કરી એવી માંગણી કે…!

એકવાર ફરી પાકિસ્તાન થયું શર્મસાર, શ્રીલંકાના આ 10 દિગ્ગજ ખેલાડીઓએ કરી એવી માંગણી કે…!

 | 9:01 am IST

આતંકવાદનું ગઢ બની ચૂકેલા દેશ પાકિસ્તાનમાં કોઈ જવા માંગતું નથી. કારણ માત્ર એ જ કે સુરક્ષા કોણ આપશે? જે દેશની સરકાર અને આર્મી આંતકવાદીઓને સપોર્ટ કરે છે ફંડ આપે છે. વિશ્વ શાંતિને ભંગ કરવા બદલ આતંકીઓ વિરુદ્ધ કોઈ પગલા ન ભરે અને જ્યાં આતંકીઓ સ્વતંત્ર અને બે ફિકર ફરે છે. એવા દેશ પાકિસ્તાન સામે હવે વૈશ્વિક સ્તરે ફરી એક વખત શરમજનક સ્થિતિ સર્જાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકાની ક્રિકેટ ટીમે પાકિસ્તાન જવાથી ઇન્કાર કર્યો છે અને પાકિસ્તાન પ્રવાસનો બોયકોટ કર્યો છે. ટીમના ખેલાડીઓએ કહ્યું કે તેઓ ક્રિકેટ સિરીઝ માટે પાકિસ્તાન નહીં જાય. આ ઘટના સાથે જ પાકિસ્તાનને મોટો ઝાટકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવા તડપી રહ્યું છે. પરંતુ હવે શ્રીલંકાની ટીમે પાકિસ્તાન જવાથી ઇન્કાર કર્યો હોવાથી પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી ગયું છે.

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ખાતે સિરીઝ રમવા માટે પહેલા હા પાડી હતી. પરંતુ તેના 10 પ્રમુખ ખેલાડીઓએ સુરક્ષાને લઈ પાકિસ્તાન જવાથી ઇન્કાર કર્યો છે. આ ખેલાડીઓમાં લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યૂઝ જેવા મોટા નામ પણ સામેલ છે. જોકે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આ પ્રવાસને રદ્દ કરશે કે નહીં તે વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. આપને જણાવી દઈએ કે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે 6 મેચોની મર્યાદીત ઓવરની સિરીઝ થવાની છે.

પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ખેલાડીઓ સાથે ગઈકાલે આ મુદ્દે મહત્વની બેઠક કરી હતી અને પાકિસ્તાનમાં સુરક્ષાને લઈ ચર્ચા કરી હતી. સાથે જ બોર્ડે ખેલાડીઓને આ વિકલ્પ આપ્યા હતા કે તે જાતે જ નક્કી કરે કે તેમને પાકિસ્તાન પ્રવાસે જવું છે કે નહીં. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાઈ ટીમ પર 12 આંતકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં ટીમના કેટલાક ખેલાડીઓ ઘાયલ થયા હતા. શ્રીલંકાની ટીમ પ્રવાસ રદ કરીને સ્વદેશ પરત ફરી હતી.

આ વીડિયો પણ જુઓ: લોક કલાકાર માયાભાઈ આહિરે પણ મોરારી બાપુના નિવેદન પર સમર્થન કર્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન