ભારત સામેની સીરીઝ બાદ આ શ્રીલંકન દિગ્ગજ ખેલાડી લેશે નિવૃતિ ! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારત સામેની સીરીઝ બાદ આ શ્રીલંકન દિગ્ગજ ખેલાડી લેશે નિવૃતિ !

ભારત સામેની સીરીઝ બાદ આ શ્રીલંકન દિગ્ગજ ખેલાડી લેશે નિવૃતિ !

 | 5:28 pm IST

શ્રીલંકાના અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ કહ્યું કે, તેઓ ભારત વિરૂદ્ધ વનડે સીરીઝ બાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈને નિર્ણય લેશે અને પ્રદર્શન ખરાબ થતાંની સાથે જ નિવૃતિની જાહેરાત કરશે. મલિંગાએ 31 ઓગસ્ટે ચોથી મેચમાં વિરાટ કોહલીના રૂપમાં 300મી વિકેટ ઝડપી હતી. જોકે, ભારતે શાનદાર બેટિંગની મદદથી આ મેચ 168 રનથી જીતીને સીરીઝમાં 4-0ની લીડ બનાવી લીધી હતી.

આ હાર બાદ મલિંગાએ કહ્યું, “હું પગની ઈજાના કારણે 19 મહિના બાદ રમી રહ્યો છું, જિમ્બાબ્વે અને ભારત વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. મારે જોવું પડશે કે, આ સીરીઝ બાદ શું સ્થિતિ રહે છે. જો હું ટીમ માટે મેચ જીતી શકતો નથી તો રમતા રહેવાની કોઈ જ જરૂરત નથી. 19 મહિનાની ભરપાઈ કરીને ફરીથી જુનો ફોર્મ મેળવી શકું છું કે, નહી તે હવે જોવાનું રહ્યું છે”

મલિંગાએ કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માની પાર્ટનરશીપે શ્રીલંકા પાસેથી મેચ છીનવી લીધી હતી. રોહિત અને વિરાટ ખુબ જ શાનદાર રમ્યા હતા. અમે સતત સારી લાઈન અને લેંથથી બોલિંગ કરી શક્યો નહતો. આ રીતની વિકેટ પર લાઈનલેંથ ખુબ જ મહત્વની છે અને તેના પર વધારે ધ્યાન આપવાનું રહેશે. વિરાટે પહેલા 30-40 રને ખુબ જ ફાસ્ટ રન બનાવ્યા હતા.

મલિંગાએ એક વાર ફરીથી બેટ્સમેનોનો બચાવ કરતાં કહ્યું, “અમે આ મેચમાં સારી બોલિંગ કરી શક્યો નહતા. અમારી પાસે એન્જેલો મેથ્યુઝના રૂપમાં એકમાત્ર અનુભવી બેટ્સમેન હતો. બીજા યુવા ખેલાડી છે, જેમને સમય લાગશે. તેઓ હજું સીખી રહ્યાં છે અને સ્વભાવિક રમત બતાવવાનો આત્મવિશ્વાસ તેમનામાં નથી. તેઓ બનાવવાની કોશિશમાં છે અને સ્વભાવિક રમત બતાવી શકતા નથી.”

જણાવી દઈએ કે, ભારતે પોતાના શાનદાર પ્રદર્શન બરકરાર રાખતા મેજબાન શ્રીલંકાને ગુરૂવારે ચોથી વનડેમાં 168 રને માત આપી હતી. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાને 375 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોર સામે શ્રીલંકન ટીમ 207 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન