Srinagar: Army, CRPF and J&K Police Joint Press Conferrence On Pulwama Attack
  • Home
  • Featured
  • પત્થરબાજોને સેનાની આખરી આકરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો

પત્થરબાજોને સેનાની આખરી આકરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો

 | 11:23 am IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનના કાફલા પર આતંકી હુમલા અને એનકાઉન્ટરને લઇ મંગળવારના રોજ ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુકત પત્રકાર પરિષદ કરી. આ દરમ્યાન લેફ્ટિનેંટ જનરલના જે.એસ.ઢિલ્લન જીઓસી, 15મી કોરે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો. તેને પાકિસ્તાનથી ઓપરેટ કરાયું.

તેમણે કહ્યું કે અમને દેશને બતાવતા એ ખુશી થઇ રહી છે કે અમે 100 કલાકમાં જૈશ-એ-મોહમ્મદની લીડરશીપને જમ્મુ-કાશ્મીરમાં ખત્મ કરી. અમે જેઇએમના ત્રણ ટોપ આતંકીને ઠાર કરી દીધા.

લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લને કહ્યું કે કાશ્મીરી સમાજમાં તમામ માતા સારો રોલ નિભાવી રહી છે. અમે તેમને અનુરોધ કરીએ છીએ કે તેઓ પોતાના આતંરની રાહ પર ચાલતા દીકરાઓને પાછા આવવા માટે કહે. તેમને સરેંડર કરવાનું કહે. નહીં તો જોઇ કોઇપણ હથિયાર સાથે પકડાશે તો તેઓ મરી જશે. તેમણે સખ્ત સંદેશ આપતા કહ્યું કે કાશ્મીરમાં જે બંદૂક ઉઠાવશે, મરી જશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના અને આઇએસઆઇના ઇશારા પર પુલવામામાં હુમલો થયો. નાગરિકોના લીધે જ જવાનો વધુ શહીદ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન