shah-rukh-khan-son-aryan-help-children-who-begged
  • Home
  • Entertainment
  • Bollywood
  • કિંગ ખાનનો પુત્ર પણ તેના જેવો જ ‘દિલદાર’, જુઓ વીડિયો

કિંગ ખાનનો પુત્ર પણ તેના જેવો જ ‘દિલદાર’, જુઓ વીડિયો

 | 5:23 pm IST

બોલીવુડના કિંગ ખાન શાહરૂખના પુત્ર આર્યન ખાન પોતાના પિતાની જેમ જ દરિયાદિલ છે. ફ્રેન્ડશિપ ડે પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તેની સાબિતી મળી રહી છે. આર્યન ખાન 5 ઓગસ્ટના રવિવારે ફ્રેન્ડશિપ ડેના પર પોતાના મિત્રો સાથે મુંબઈના બ્રાન્દ્રા વિસ્તારની એક હોટલમાં પહોંચ્યો હતો. આ પાર્ટીમાં આર્યન ઉપરાંત ઘણાં ફિલ્મ સ્ટારોના બાળકો હાજ રહ્યા હતા.

પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્યન બન્યો હતો. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કેટલાંક ગરીબ બાળકોને પૈસા આપતાં જોવા મળી રહ્યો છે. આ બાળકો તેની પાછળ ગાડી સુધી પહોંચ્યા હતા. આ બાળકોને જોતાં જ આર્યને સ્માઈલ આપી હતી. જે પછી આર્યને પોતાના ખિસ્સા માંથી પૈસા કાઢીને એ છોકારાઓને આપ્યા હતા.

આ પાર્ટીમાં શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર, સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ હાજર હતા. આ ઉપરાંત પણ ઘણાં સ્ટાર કિડ્સ પાર્ટીમાં પહોંચ્યા હતા.