રાજકોટમાં હાઇ સિક્યુરિટી ઝોનમાં કેદીઓને તમાકું પુરી પાડવા જતાં SRP જવાન પકડાયો - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં હાઇ સિક્યુરિટી ઝોનમાં કેદીઓને તમાકું પુરી પાડવા જતાં SRP જવાન પકડાયો

રાજકોટમાં હાઇ સિક્યુરિટી ઝોનમાં કેદીઓને તમાકું પુરી પાડવા જતાં SRP જવાન પકડાયો

 | 11:39 am IST

એક સમયે રાજકોટની મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધીત ચીજ વસ્તુઓ રોજિંદી પકડાતાં ચર્ચામાં રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેલ અંદર સીસીટીવી કેમેરા મુકી દેવામાં આવતાં ચાર દિવાલની અંદર ચાલતાં ગોરખધંધાઓ બંધ થઈ ગયા હતા. ત્યારે આવા સમયે રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતાં એસઆરપી જવાન કેદીઓને તમાકુ પુરી પાડતાં ઝડપી લેતા ચકચાર જાગી છે. જેલ તંત્ર દ્વારા બે એસઆરપી જવાન સામે પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગ્રુપ-રના જેલર એસ.જે.સબાડે એસઆરપીના જવાન કાંતી લવજીભાઈ ચૌધરી અને કેતન જગતસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, જવાન કાંતી ચૌધરી જેલનાં હાઈ સિકયુરીટી ઝોન કે જેમાં ૧૦૦થી વધુ કેદીઓ છે ત્યાં ફરજ પર હતો. તે સમયે તેની તલાસી લેતા જવાનના પેન્ટના ખિસ્સામાંથી વિમલ તેમજ બુધાલાલ નામની તમાકુની તેમજ ચૂનાની પડીકી મળી આવતાં તેની સામે જેલમાં પ્રતિબંધીત વસ્તુઓ લઈ જવા અંગેની ફરિયાદ કરી છે. જયારે અન્ય જવાન કેતન ચૌહાણ જેલનાં મુખ્ય ગેટ પર ફરજ બજાવતો હતો.

જેલની અંદર જતાં કર્મચારીઓની તલાસી લઈ તેને અંદર જવા દેવાના હોય છે. તેમ છતાં કાંતી ચૌધરીને પ્રતિબંધીત વસ્તુઓ લઈ જવા દઈ તેની ફરજમાં બેદરકારી દાખવતા તેની સામે ફરિયાદ નોંધાવી છે. જેલ વિભાગ દ્વારા રાજયની તમામ જેલોમાં સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય મંગળવારે જ જેલ વિભાગ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલની ઝડતી લેવાઈ હોવાનું જેલ સુપ્રિટેન્ડેન્ટ નિનામાએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન