SSC પેપર લીક, સીબીઆઇ તપાસ માટે સરકાર તૈયાર - Sandesh
NIFTY 10,983.70 -24.35  |  SENSEX 36,406.84 +-113.12  |  USD 68.5700 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • SSC પેપર લીક, સીબીઆઇ તપાસ માટે સરકાર તૈયાર

SSC પેપર લીક, સીબીઆઇ તપાસ માટે સરકાર તૈયાર

 | 4:24 am IST

નવી દિલ્હી : સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષાના પેપર લીક મામલે પરીક્ષાર્થીઓના દેખાવ બાદ સરકારે સીબીઆઇની તપાસ કરાવવા માટે તૈયારી દેખાડી છે. યાદ રહે કે ૨૭ ફેબ્રુઆરીથી મોટી સંખ્યામાં દેશભરથી આવેલા પરીક્ષાર્થીઓએ સ્ટાફ સિલેક્શન કમિશનના પેપર લીક થવાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમના આ વિરોધ પ્રદર્શનને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપી સીબીઆઇની તપાસની માગણી કરી હતી આ મુદ્દો રાજકીય વટોળ પેદા કરી રહ્યો હતો, એ બાદ આખરે સરકારે સીબીઆઇની તપાસને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે,  વિરોધ પ્રદર્શનકારીઓની માગણીનો સ્વીકાર કરતાં સરકારે સીબીઆઇની તપાસનો આદેશ કર્યો છે. અમે આશા રાખીએ છીએ કે સીબીઆઇની તપાસના આદેશ બાદ પરીક્ષાર્થીઓ વિરોધ પ્રદર્શન પાછું ખેંચશે.

જો કે ડેમેજ કંટ્રોલ કરતાં કર્મચારી પસંદગી આયોગે ઉમેદવારોને મંત્રણા માટે બોલાવીને તેઓની સઘન તપાસ થશે અને આરોપ સાચા હશે તો યોગ્ય કાર્યવાહી કરાશે એવી હૈયા ધરપત આપી છે. જો કે આ આશ્વાસનથી પ્રદર્શનકારીઓ સંતુષ્ટ નથી અને સીબીઆઇની તપાસની માગણી કરતાં રહ્યા છે.

૧૨ માર્ચે સુપ્રીમમાં કેસની સુનાવણી

સ્ટાફ સિલેક્શનના પેપર લીકનો કેસ દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. આ મામલે તપાસની માગણી અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી ઉપર ૧૨ માર્ચે સુનાવણી થશે.

લેખિત જાણ થાય પછી પ્રદર્શન બંધ કરાશે

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે પરીક્ષાર્થીઓને વિરોધ પ્રદર્શન કરવા માટેની અપીલ કરતાં કહ્યું હતું કે, સરકારે સીબીઆઇની તપાસની માગણી સ્વીકારી લીધી છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખી અને મનોજ તિવારી સતત પરીક્ષાર્થીઓ સાથે સંપર્કમાં હતા. પરીક્ષાર્થીઓ સમજદાર છે, ભણેલાગણેલા છે. લેખિત માહિતી આપવામાં ફક્ત ઔપચારિકતા રહે છે, જેમાં વિલંબ થઇ શકે છે.આશા છે કે તેઓ પોતાનો વિરોધ પાછો ખેંચી લેશે. જો કે કર્મચારી પસંદગી પંચની બહાર વિરોધ કરતાં પરીક્ષાર્થીઓએ કહ્યું કે લેખિત જાણકારી મળ્યા બાદ જ વિરોધ પ્રદર્શન બંધ કરાશે.