SSGમા સારવાર માટે આવેલ દર્દી ૪ કલાક અટવાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • SSGમા સારવાર માટે આવેલ દર્દી ૪ કલાક અટવાયો

SSGમા સારવાર માટે આવેલ દર્દી ૪ કલાક અટવાયો

 | 3:00 am IST

વડોદરા   

શહેરની મોટામાં મોટી સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓ વધારવા માટે દિવસે ને દિવસે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલના જ કર્મીઓ દ્વારા દર્દીઓ માટે અસુવિધાઓ ઉભી કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં હોસ્પિટલના સત્તાધિશોેએ દર્દીને ત્વરિત સારવાર મળે તે હેતુથી તાત્કાલિક સારવાર વિભાગમાં સીએમઓ ને એપોઈન્ટ કર્યા છે. પરંતુ, આ સીએમઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ હોવાનું શનિવારે સામે આવ્યું હતું. જેમાં .ડભોઈ પાસેથી આવેલા ૭૮ વર્ષના દર્દીને ૪ કલાક સુધી કોઈ ટ્રીટમેન્ટ મળી ન હતી, ઉપરાંત દર્દીને શીફ્ટ કરવા માટે કોઈ સર્વન્ટ પણ ન મળતા વૃદ્ધ મહિલા દર્દીને લઈ જવા માટે મજબૂર બની હતી.  

શનિવારે બપોરે સાડા ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં ડભોઈ પાસેથી ૭૮ વર્ષીય વૃદ્ધ કિડની ની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેમને તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. આ વિભાગમાં અંદાજે ૪ કલાક એટલે કે દર્દીને સાંજના સાડા સાત વાગ્યા સુધી કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી ન હતી. ત્યારબાદ તાત્કાલિક સારવાર વિભાગમાંથી ડૉક્ટરે દર્દીને ટ્રોમા સેન્ટરના ચોથા માળે એડમિટ કરવા માટેનું કહ્યું હતું. જો કે આ દર્દી સાથે તેમના વૃદ્ધ પત્ની એકલા જ હતા અને તેઓ દર્દીને લઈ જઈ શકે તેટલા સશક્ત પણ ન હતા. તેમ છત્તા પણ કોઈ સર્વન્ટ સાથે ન આવતા વૃદ્ધ મહિલા દર્દીને લઈ જવા માટે મજબૂર બની હતી.   સત્તાધિશો દ્વારા દર્દીને ત્વરિત ટ્રીટમેન્ટ મળે અને કોઈ અસુવિધા ન મળે તે માટે તાત્કાલિક સારવાર વિભાગમાં સીએમઓ એપોઈન્ટ કરવામાં આવ્યા છે. પરંતુ, આ સીએમઓ મોબાઈલમાં મગ્ન કે પછી ડયુટી પર હોવા છત્તા બીજે આંટાફેરા મારતા હોવાનુ સામે આવ્યું છે. આ વૃદ્ધ દર્દીને સીએમઓ એ પણ કોઈ મદદ કરી ન હતી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;