SSG મેડિકલ કૉલેજમાં પિતાના મૃતદેહનું દાન કરાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • SSG મેડિકલ કૉલેજમાં પિતાના મૃતદેહનું દાન કરાયું

SSG મેડિકલ કૉલેજમાં પિતાના મૃતદેહનું દાન કરાયું

 | 3:04 am IST

ા વડોદરા ા

શહેર નજીકના છોટાઉદેપુર ખાતે રહેતા નિવૃત શિક્ષકના અવસાન બાદ તેમના પુત્રએ પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી. પિતાના અવસાન બાદ પુત્રએ તેમના મૃતદેહનું સયાજી હોસ્પિટલને સંલગ્ન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહદાન કર્યું હતું.  

છોટાઉદેપુરના મણિયાર ફળિયામાં પરિવાર સાથે રહેતા ૮૪ વર્ષીય નાનુભાઈ ભાઈલાલભાઈ બારીયા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સેવા નિવૃત થયા બાદ નિવૃત્તમય જીવન પસાર કરતા હતા. નાનુભાઈએ

વર્ષ ૨૦૧૫માં તેમણે કોઈ જગ્યાએ છાપામાં દેહદાન વિશે વાંચ્યું હોવાથી તેમને પણ અવસાન બાદ પોતાનો દેહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી થાય તે માટે દેહદાન કરવાની તૈયારી દર્શાવી હતી અને આ વાત પરિવારમાં ખાલી તેમના દિકરાને જ કરી હતી. જેથી વર્ષ ૨૦૧૯માં દેહદાન માટે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજમાં દેહદાન કરવા માટે ફોર્મ ભર્યું હતું.  

ત્યારબાદ નાનુભાઈનું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના મૃતદેહને ડોનેટ કરવા માટે સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજ ખાતે પરિવારજનો પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દેહદાનની પ્રક્રિયા હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;