સુરતઃ ધો.નવની વિદ્યાર્થિની બની સાત માસની ગર્ભવતી, પરિવાર પર આભ તૂટી પડ્યું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ ધો.નવની વિદ્યાર્થિની બની સાત માસની ગર્ભવતી, પરિવાર પર આભ તૂટી પડ્યું

સુરતઃ ધો.નવની વિદ્યાર્થિની બની સાત માસની ગર્ભવતી, પરિવાર પર આભ તૂટી પડ્યું

 | 12:32 pm IST

સુરતમાં નાની ઉંમરની ગણી શકાયે એવી ધોરણ નવની વિદ્યાર્થિનીની સાત માસનો ગર્ભ હોવાની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમની સરકી ગઇ હતી. જોકે આ સગીરાના ગર્ભમાં રહેલા બાળકનો પિતા કોણ છે ? એ મોટો પ્રશ્ન ઊભો થયો છે.

પેટમાં દુઃખાવો થતાં તબીબી તપાસમાં ગર્ભવતી હોવાની જાણ થઇ
આ અંગેની વિગતો એવી છે કે, કડોદરામાં બે ભાઈ અને એક બહેન તેમજ માતા-પિતા સાથે રહેતી સગીરા ખાનગી શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. મૂળ ઉત્તર પ્રદેશના આ પરિવારની દીકરીને પેટના દુઃખાવા બાદ તબીબી તપાસમાં સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

વિદ્યાર્થિની આ કૃત્ય કરનાર વિશે કોઇ માહિતી ન આપતા પોલીસ મૂંઝવણમાં
ડોદરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ માસુમ સ્ટુડન્ટને સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યા હતું. બાદમાં સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઇ હતી. જ્યાં સ્ટુડન્ટે આવું કૃત્ય કરનાર વિશે કોઇ માહિતી ન આપતા પોલીસ મૂંઝવણમાં મૂકાઇ છે.

કુંવારી મા બનાવનાર કોઇ જાણ ભેદુ હોવાની પરિવારની શંકા
પોલીસે કલાકો સુધી વિદ્યાર્થિનીની પૂછપરછ કરી હતી અને આવું કૃત્ય કરનાર વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાએ આ અંગે કોઈ જ માહિતી ન આપતાં પોલીસ મૂંઝવણમાં મુકાઇ ગઈ છે. ધોરણ-9માં અભ્યાસ કરતી આ સ્ટુડન્ટ સાથે બળાત્કાર કરી કુંવારી મા બનાવવાનો પ્રયાસ કરનાર કોઇ જાણ ભેદુ જ હોવાની શક્યતાઓ દેખાય રહી છે.

પીડિતાની બહેનનું આ અંગે શું કહેવું છે?
પીડિતાની બહેનનું કહેવું છે કે, તેમને સાત મહિના સુધી ખબર જ નહીં પડી કે બહેન ગર્ભથી છે. ગુરૂવારે પેટમાં દુઃખાવો ઉપડતા નજીકની હોસ્પિટલમાં ગયા તો ખબર પડી કે બહેનને કોઇએ પ્રેગ્નેટ કરી દીધી છે. ચાર ભાઇ-બહેનોમાં આ બહેન સૌથી નાની હોવાનું જાણવા મળ્યું છે. તેનો કોઈ બોયફ્રેન્ડ હોવાની વાતનો ઇન્કાર કરતા પરિવારે આવા કૃત્ય પાછળ કોઇ જાણ ભેદુ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.