લથડિયા ખાઈને ટિકીટ કાપતા કંડક્ટરનો Video બનાવ્યો મુસાફરોએ....જુઓ - Sandesh
NIFTY 10,948.85 -31.60  |  SENSEX 36,325.84 +-47.60  |  USD 68.9900 +0.37
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • લથડિયા ખાઈને ટિકીટ કાપતા કંડક્ટરનો Video બનાવ્યો મુસાફરોએ….જુઓ

લથડિયા ખાઈને ટિકીટ કાપતા કંડક્ટરનો Video બનાવ્યો મુસાફરોએ….જુઓ

 | 11:55 am IST

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે, તેનો પુરાવો રોજેરોજ મળતો રહે છે. થોડા સમય પહેલા ગુજરાતના કેટલાક પોલીસ દારૂના નશામાં હોવાના વીડિયો વાઈરલ થયા હતા. ત્યારે હવે સરકારી બસના કર્મચારીઓ નશામાં જોવા મળ્યા છે. ST બસનો કંડક્ટર ઓનડ્યૂટી નશામાં ઝડપાયો છે. ત્યારે બસના મુસાફરોએ તેનો વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.

દીવ-ઉનાથી મહુવા–ભાવનગરની ST બસનો આ કંડક્ટર છે. જે નશાની હાલતમાં ઝડપાયો હતો. કંડક્ટરને દારૂ પીધેલી હાલમાં જોઈને બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકોએ તેનો વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો હોવા છતાં એસટી તંત્રના પેટમાંથી પાણી હલતું નથી. શું નશાબંધીનો કડક કાયદો માત્ર કાગળ પર જ છે, અથવા શું સરકારી કર્મચારીઓને નશાબંધીનો કાયદો નડતો નથી.