હાલોલમાં બસ ઉપર સુતા ST બસ ડ્રાઇવરની ત્રણ શખ્સોએ કરી હત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • હાલોલમાં બસ ઉપર સુતા ST બસ ડ્રાઇવરની ત્રણ શખ્સોએ કરી હત્યા

હાલોલમાં બસ ઉપર સુતા ST બસ ડ્રાઇવરની ત્રણ શખ્સોએ કરી હત્યા

 | 1:42 pm IST

ગુજરાતમાં હત્યા અને લૂંટના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં બન્યો છે જેમાં એક એસટી બસ ડ્રાઇવરની હત્યા કરવામાં આવી છે. બસ ડ્રાઇવરની હત્યા કરીને તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો.

st driver dead body

મળતી માહિતી પ્રમાણે રાત્રી રોકાણ કરતી બસ હાલોલથી કાંકરી ડુંગરી ગઈ હતી. જેના ડ્રાઇવર તખતસિંહ પરમાર હતા. તેઓ ગરમીના કારણે બસની છત ઉપર સુતા હતા. ત્યારે બસની છત ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. ડ્રાઇવરની હત્યા કર્યા બાદ ત્રણ શખ્સોએ તેમનો મૃતદેહ ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ હાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

st bus halol

જોકે, આ ઘટનામાં આ ત્રણે અજાણ્યા શખ્સોએ એસટી બસ ડ્રાઇવરની હત્યા કેમ કરી એ અંગેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન