ST department prepares for Diwali: If there is a booking of 52 people, ST bus is by you
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ST વિભાગની દિવાળીને લઈ તૈયારી: 52 લોકોનું બુકીંગ હોય તો બસ તમારા દ્વારે

ST વિભાગની દિવાળીને લઈ તૈયારી: 52 લોકોનું બુકીંગ હોય તો બસ તમારા દ્વારે

 | 12:51 pm IST
  • Share

  • તહેવારોમાં ST વિભાગ દ્વારા 200 બસ વધારાઈ

  • 2019માં 1.63 કરોડની અને 2020મા 92 લાખની આવક થઈ હતી

  • 32 બસો અત્યાર સુધી સુરતમા બુકીંગ થઈ ચૂકી છે

દિવાળીના તહેવારોને લઈ રાજ્યના ST વિભાગે તૈયારી કરી લીધી છે. એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરીને રાખ્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં 200 બસ વધારાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વખતે ખાસ સુવિધામાં પ્રવાસીઓને ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં 52 લોકોનું ગ્રુપ બુકિંગ હોય તો તેમની સોસાયટીથી બસ સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો છે. સુરતમાં અત્યાર સુધી 32 બસનું બુકીંગ થયું છે, જ્યારે ભાવનગર જવા માટે સુરતથી ST બસનું બુકીંગ કરાયું છે.

એસ ટી નિગમના સચિવ કે ડી દેસાઈએ પણ એક નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે ઘરે બસ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 52 લોકોનું બુકીંગ હોય તો એસટી બસ તમારા સોસાયટીથી તમને વતનમાં પહોંચાડશે. તહેવારોમાં સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, ગુજરાતના કોઈ પણ શહેરમાંથી ગ્રુપ માટે બસ બુકિંગ કરાવી શકશે. તેમજ વધારાની બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એસટી બસમાં એક જ પરિવારની 4 કરતા વધુ ટિકિટ બુક કરાવશે તો 5 ટકા ડિસ્કાઉન્ટ આપશે અને સાથે જ રિર્ટન ટિકિટ બુક કરાવશે તો ટિકિટના ચાર્જ પર 10 ટકા ડિસ્કાઉન્ટ એસટી નિગમ આપશે.

અત્રે નોંધનીય છે કે, એસટી બસની વિશેષ સેવાનો લાભ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીમાં લઈ શકશે. એડવાન્સ ઓનલાઈન બુકિંગ www.gsrtc.in અને gsrtc એપથી કરવી શકાશે. તેમજ એસટી નિગમના અધિકૃત એજન્ટો દ્વારા બુકિંગ કરવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના પાંચ દિવસોમાં એસટી વિભાગની આવકમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. એક આંકડા પ્રમાણે 2019માં 1.63 કરોડની આવક થઈ હતી. પરંતુ કોરોના મહામારીના વર્ષ 2020માં માત્ર 92 લાખની જ આવક થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો