ST Workers Call Off Strike After Gujarat Government Promises
  • Home
  • Featured
  • સરકારની ખાતરી બાદ એસટીના કર્મચારીઓની હડતાળ મોકૂફ

સરકારની ખાતરી બાદ એસટીના કર્મચારીઓની હડતાળ મોકૂફ

 | 11:12 pm IST
  • Share

  • એસટી કર્મચારીઓએ માસ સીએલની આપી હતી ચીમકી
  • ST કર્મચારી મહામંડળની સરકાર સાથે બેઠક બાદ નિર્ણય
  • કર્મચારીઓની મોટાભાગની માંગ સ્વીકારાઈ

રાજય સરકાર સાથે સાંજે ચર્ચા બાદ પોતાના પડતર પ્રશ્નોના મામલે માસ સીએલ પર જવાની એસટી કર્મચારીઓની હડતાળ આજે રાત્રે પરત ખેંચી લેવામાં આવી હતી. એસટી નિગમના ત્રણ એસોસિએશન સાથે રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી.

રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા બાદ એસટી નિગમના કર્મચારીઓએ પોતાની હડતાળ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે એસટી નિગમના કર્મચારીઓની માંગણી પૂરી કરવાની ખાતરી આપ્યા બાદ કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય પરત ખેંચ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સરકાર સાથે એસટી નિગમના ત્રણેય સંગઠન સમિતિની લાંબી ચર્ચા થઈ છે. જે બાદ 5 ટકા DA અને બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય ડિસેમ્બર-જાન્યુઆરી સુધીમાં કોરોના વૉરિયર્સને આર્થિક લાભ અપાશે અને વારસદારોને અન્ય ચૂકવણી પણ થશે. જ્યારે ડ્રાઈવરને 1900 અને કંડક્ટરને 1800 ગ્રેડ પે અપાશે.

જ્યારે 7માં પગારપંચનો બાકી હપ્તો નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે. અમારી 18માંથી 18 માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. જેના કારણે સંકલન સમિતિએ હડતાળ મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે.

જણાવી દઈએ કે, એસટી નિગમના પડતર પ્રશ્નોને લઈને ગઈકાલે મોડી રાત સુધી કર્મચારીઓ સાથે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ બેઠક કરી હતી. જે બાદ આજે પણ કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચેમ્બરમાં એસટી નિગમના કર્મચારીઓને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહ્યાં હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો