પોલીસ જવાનની બહાદુરીને સલામ, માઓવાદી હથિયારો મુકીને ભાગ્યા - Sandesh
  • Home
  • India
  • પોલીસ જવાનની બહાદુરીને સલામ, માઓવાદી હથિયારો મુકીને ભાગ્યા

પોલીસ જવાનની બહાદુરીને સલામ, માઓવાદી હથિયારો મુકીને ભાગ્યા

 | 4:51 pm IST

સી-60 કમાંડો પોલીસનો 33 વર્ષિય ગોમજી મત્તામી તેની ઉપર કરતા તો વધારે દુશ્મનો સાથે અથડામણમાં ભાગ લઈ ચુક્યો છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી હેડક્વાર્ટરમાં તૈનાત ગોમજીએ ફરી એકવાર સાબિત કરી આપ્યું હતું કે જો હિંમત હોય તો ખાલી હાથે પણ દુશ્મનોને ધૂળ ચટાડી શકાય છે. 2006થી જીલ્લા પોલીસનો ભાગ રહેલા ગોમજીએ છાતીના ભાગે ઈજા હોવા છતાંયે હથિયારધારી માઓવાદીઓ સામે ઝીંક ઝીલી હતી અને તેમને ભગાડવામાં પણ સફળ રહ્યો હતો. ગોમજીનો સામનો ગઢચિરોલીના ઈટાપલ્લી તાલુકાના જાંબિયા ગટ્ટામાં 4 માઓવાદીઓ સાથે થઈ ગયો હતો.

ગોમાજીની હિંમતની વાહ વાહ માત્ર પોલીસ વિભાગનમાં જ નહીં, દેશભરમાં તેની બહાદુરીની ચર્ચા થઈ રહી છે. ગત વર્ષે જ તેને વીરતા પુરસ્કારથી પણ નવાજવામાં આવી ચુક્યો છે. ગોમાજીએ માઓવાદીઓ હુમલાખોરો પાસે માત્ર પોતાની એ કે-47 રાઈફલ આંચકી લેવામાં તો સફળ રહ્યો હતો સાથો સાથ માઓવાદીઓને પણ તેમના હથિયારો છોડી ભગાડવા મજબુર કરવામાં પણ સફળ રહ્યો હતો. ઈજાગ્રસ્ત થવા છતાં અને છાતીના ભગામાં ઘા હોવા છતાં ભરી બજારમાં નાસી રહેલા હુમલાખોરોનો પીછો કરતો રહ્યો. અચાનક હુમલો કરીને જવાનોના હથિયારો છીનવી લેનારા માઓવાદીઓને આ વખતે તેમના જ હથિયારો અને દશ કારતુસ છોડીને ભગાડવા મજબુર કર્યાં હતાં.

પહેલી નજરે જોતા ઓસીએચઆરઆઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હસમુખ સ્વભાવના ગોમજી મોત સામે ઝઝુમીને આવ્યા હોવાનો વિશ્વાસ જ ના બેસે. પરંતુ જો તે દિવસે તેમના પર નજીકથી હુમલો કરવા જઈ રહેલા એક હુમલાખોરની પિસ્તોલ અટકી ન ગઈ હોત તો કહાની કંઈક ઓર જ હોત. વાત એમ હતી કે ગોમાજી સાપ્તાહિક બજારમાંથી પોતાની પોલીસ પોસ્ટ તરફ પરફ થઈ રહ્યાં હતાં ત્યારે સાદા કપડામાં માઓવાદીઓની એક એક્શન ટીમે તેમને ચારેકોરથી ઘેરી લીધા. તમેની ટીમ આગળ નીકળી ગઈ હતી અને તે પોતાના એક મિત્રને મળવા માટે બજારમાં રોકાયાં હતાં.

ગોમજીના જણાવ્યા પ્રમાણે, હું કઈં સમજી શકું તે પહેલા જ મને ડાબો હાથ પકડીને જમીન પર પાડી દેવામાં આવ્યો. ચાર માઓવાદીઓએ મને ઘેરી લીધો. તેમાંથી એકે ગન કાઢીને ટ્રિગર દબાવ્યું પરંતુ ગોળી ચાલી નહીં. આ ઘટના એટલી ઝડપી ઘટી કે શરૂઆતમાં તો મને કંઈ જ સમજાયું જ નહીં. પરંતુ મને અંદાજ આવી ગયો કે આ લોકો મને મારીને મારા હથિયાર આંચકી લેવા માંગે છે. તેથી મેં છેલ્લી સુધી હથિયાર પરની મારી પકડ ઢીલી ન કરી. પરંતુ મને માર મારીને તેઓ મારી એકે-47 રાઈફલ આંચલીને ભાગી છુટ્યાં. મેં પણ માઓવાદીઓનો પીછો કર્યો અને તેમની સામે બાથ ભીડી લીધી.