NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કલંકિત નેતાઓ પર આજીવન ચૂંટણી લડવાનો પ્રતિબંધ હોવો જોઈએ : ચૂંટણી પંચ

કલંકિત નેતાઓ પર આજીવન ચૂંટણી લડવાનો પ્રતિબંધ હોવો જોઈએ : ચૂંટણી પંચ

 | 2:11 am IST

નવી દિલ્હી, તા. ૨૦

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ ફાઇલ કરીને કહ્યું કે જે નેતાઓને દોષિત ઠરાવાયા છે તેમના પર આજીવન ચૂંટણી લડવાનો પ્રતિબંધ લગાવવો જોઈએ. હાલમાં નિયમાનુસાર દોષિત નેતા ૬ વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી, જો ચૂંટણી પંચની આ વાત માની લેવામાં આવે તો કેટલાય નેતાઓનાં ભવિષ્ય જોખમમાં પડી શકે છે. દેશમાં એવા ઘણા નેતાઓ છે જેમના પર આરોપો લાગ્યા પછી ૬ વર્ષ ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાગ્યો છે.

ચૂંટણી પંચની વાતનો કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવે તો બિહારના પૂર્વ સીએમ લાલુપ્રસાદ યાદવ કદી ચૂંટણી લડી શકે નહીં. લાલુ સિવાય એવા ઘણા નેતાઓ છે જેમના પર કેટલાય આરોપો લાગ્યા છે. પંચ અનુસાર દેશમાં ૧,૯૦૦થી વધુ રજિસ્ટર્ડ પાર્ટીઓમાંથી ૪૦૦થી વધારે પાર્ટીઓએ આજ સુધી ચૂંટણી લડી નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જૈદીએ શંકા સેવી છે કે આ પાર્ટીઓ કાળા નાણાંને સફેદ કરવા બનાવવામાં આવી છે, જોકે ચૂંટણી પંચે આવી પાર્ટીઓને અલગ તારવીને તેમના પર કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે.