standard 11 and 12 commerce students will have to study gst since 2019 in gujarat
  • Home
  • Gandhinagar
  • લો બોલો, હવે અભ્યાસક્રમમાં પણ ‘લાગશે’ GST

લો બોલો, હવે અભ્યાસક્રમમાં પણ ‘લાગશે’ GST

 | 4:39 pm IST
  • Share

હવેથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં જીએસટીને વિષય તરીકે સમાવેશ કરવામાં આવશે. જૂન 2019થી GSTને પુસ્તકોમાં સ્થાન આપવામાં આવશે. એકેડેમિક વર્ષ 2019થી ધોરણ -11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને GST વિષયને ભણવું પડશે.

દેશમાં જીએસટીને વિષય તરીકે અભ્યસક્રમમાં લાવનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બનશે. જીએસટીના વિષયને જટિલ અભ્યાસક્રમનો થિયરી તરીકે અર્થશાસ્ત્રમાં સમાવેશ કરાયો.

હવેથી જીએસટીને પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. આ વિષય બાબતે નાણાં વિભાગના અધિકારીનું માર્ગદર્શન લેવાયું છે. તેમજ 9 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ અભિપ્રાય લેવાયો છે.

આ વિષય માટે એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્ય પુસ્તક મંડળ મેહનત કરતું હતું. આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લેવાઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો