Standard 12 science can also give the supplementary examination will fail in two subjects
  • Home
  • Ahmedabad
  • ધોરણ-12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે ખુશખબર, લેવાયો મોટો નિર્ણય

ધોરણ-12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે ખુશખબર, લેવાયો મોટો નિર્ણય

 | 8:15 am IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં એક નહીં બલ્કે બે વિષયમાં નાપાસ કે ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉ બોર્ડ દ્રારા સાયન્સના એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની રજૂઆત થઇ હતી. જેને ધ્યાનમાં લઇને બોર્ડે ઉક્ત નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ સાયન્સમાં એક વિષયમાં દોઢ હજાર જેટલાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.  જયારે બે વિષયમાં દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ નિર્ણયથી ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. પૂરક પરીક્ષા જુલાઈમાં યોજાશે.બોર્ડ દ્વારા એક જ વિષયમાં સાયન્સની પૂરક પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય લેવાયા બાદ બોર્ડ સમક્ષ અનેક વાલીઓએ રજૂઆત કરી હતી. જેમાં ધો.૧૨ સાયન્સમાં બે વિષયની પુરક પરીક્ષા લેવામાં આવે તેમ જણાવ્યું હતું.

વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઇને બોર્ડ દ્રારા ધો.૧૨ સાયન્સમાં બે વિષયની પુરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્રારા સ્કૂલોને એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી મોકલી દેવામાં આવેલી હતી. જો કે હવે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પુરક પરીક્ષા લેવાનું નક્કી કરાતાં વિદ્યાર્થીઓની યાદી ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની સાથે બોર્ડ દ્રારા મોકલવામાં આવશે.

ધો.૧૨ સાયન્સમાં એક વિષયમાં દોઢ હજાર જેટલાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જયારે બે વિષયમાં દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન