stanislav yevgrafovich petrov the man who saved the world
  • Home
  • Photo Gallery
  • જો આ માણસ ના હોત તો આજે દુનિયાનું અસ્તિત્વ જ ના હોત! જુઓ PHOTOS

જો આ માણસ ના હોત તો આજે દુનિયાનું અસ્તિત્વ જ ના હોત! જુઓ PHOTOS

 | 4:25 pm IST

આ માણસનો ફોટો જોઈને તમને કદાચ ખબર નહીં પડે કે કોણ છે. પરંતુ જો આ માણસ ન હોત તો કદાચ દુનિયા જ ન હોત. ન જાણે કેટલા અરબો લોકો અને કેટલી સભ્યતાઓ આ માણસે બચાવી છે. આ માણસનું નામ છે સ્તેનિસ્લાવ પેત્રોવ, કે જે રશિયાનાં કર્નલ હતા.

સ્તેનિસ્લાવ પેત્રોવે પોતાની સમજદારી બતાવીને દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધથી બચાવી હતી. તેનાં એક મહત્વનાં નિર્ણયે અમેરિકા અને રશિયા વચ્ચેનાં પરમાણુ યુદ્ધને રોકી લીધું હતું. ત્યારે સ્તેનિસ્લાવ પેત્રોવની ઉમર 44 વર્ષની હતી. સ્તેનિસ્લાવ પેત્રોવ ત્યારે પરમાણુ ચેતાવણી કેન્દ્ર પર તૈનાત હતા અને પોતાની નોકરી પુરી થવાના થોડા સમય પહેલા જ રડાર સ્ક્રીન પર ભુલથી એલાર્મ વાગવા લાગ્યું અને ચેતવણી આપી કે અમેરિકા રશિયા પર મિસાઈલ ફેંકવાનું છે. પછી સ્તેનિસ્લાવ પેત્રોવે હોશમાં આવીને સુજબુઝ વાપરી લોકો સુધી આ માહિતી પહોંચાડી જ નહીં. તેમના સિનિયર સુધી પણ આ માહિતી ન પહોંચાડી.

ત્યારબાદ સ્તેનિસ્લાવ પેત્રોવે સેટેલાઈટ રડાર ઓપરોટરોને ફોન કરીને કહ્યું કે આ વોર્નિંગ સિસ્ટમમાં કંઈક ખામી છે. પરંતુ જ્યારે તપાસ કરી તો સાચે જ ખામી હતી. ખરેખર કંઈક ટેક્નિકલ ખામી હતી અને જેનાં કારણે ખોટું આલાર્મ અને સુચના સક્રીન પર દેખાતી હતી. આ રીતે તેણે સમયે જ સમજદારી જણાવી અને દુનિયાને તબાહ કરતાં રોકી લીધી. જુઓ એ શખ્સનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન