સ્ટાર એડસેન્સ લાઇવ ટીવી પ્રથમ યુનિક OTT પ્લેટફોર્મ  - Sandesh
  • Home
  • Supplements
  • સ્ટાર એડસેન્સ લાઇવ ટીવી પ્રથમ યુનિક OTT પ્લેટફોર્મ 

સ્ટાર એડસેન્સ લાઇવ ટીવી પ્રથમ યુનિક OTT પ્લેટફોર્મ 

 | 12:44 am IST

સ્ટાર એડસેન્સ કંપનીએ ભારતની સૌથી સફળ સ્વતંત્ર વીડિયો પ્રોડક્શન ગૃહોમાંની એક છે. એપનો ઉદ્દેશ્ય નાનામાં નાના વ્યાપારી જેવા કે પાનના ગલ્લા, મોચી, ચાની લારીવાળા, નાના જનરલ સ્ટોર વગેરે તમામને તેમના ધંધાના વ્યાપક વિકાસ માટે તેમજ વધુ કમાણી કરવાના હેતુથી તેમના ધંધાનો વીડિયો બનાવી મૂકવા માટે www.staradsenselivetv.com નામનું પ્લેટફોર્મ બનાવ્યું છે. જેના દ્વારા વ્યાપારીઓ વિડિઓ બનાવીને આ વીડિયો શેરિંગ પોર્ટલ ઉપર પોતાનો વીડિયો અપલોડ કરશે અને પોતે જ વીડિયો શેર કરી AD મોનિટાઈઝ કરી સારી એવી કમાણી કરી શકશે.

આ બિઝનેસ વીડિયોથી દરેક વ્યાપારી પોતાના બિઝનેસ વિડિઓ Facebook જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કરી પોતાના બિઝનેસનો બહોળો પ્રચાર કરી શકે છે. આ સાથે તેઓ રોયલ્ટી પણ મેળવી શકશે. આવનારા સમયમાં આ એપમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સી જેવી એડવાન્સ હાઈટેક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. કોઈ પણ વીડિયો કોન્ટેન્ટ ક્રિએટર જાતે જ પોતાનો વીડિયો અપલોડ કરી પોતાની જ ચેનલ ઉપર પોતાના ઓરીજિનલ વિડિઓ કોન્ટેન્ટનું માર્કેટિંગ કરી શકે છે. તેમ જ પોતાના જ કોન્ટેન્ટ ઉપર સ્પોન્સર એડ, બેનર એડ, વીડિયો એડ, પોતાના જ નક્કી કરેલ ભાવે, સીટી, સ્ટેટ, કન્ટ્રી અથવા ગ્લોબલ ટેલિકાસ્ટ કરી શકે છે. ક્યારે અને ક્યા સમયે પોતાની જાહેરાત બતાવવી તે પણ પોતે જ નક્કી કરી શકે છે. તે ઉપરાંત એક જ વીડિયો કોન્ટેન્ટ ઉપર અલગ અલગ લોકલ સિટી વાઈઝ પોતાની પહોંચ મુજબ માર્કેટિંગ કરી, એડ લાવી અને ગ્રાહક સાથેના કરાર કરીને નજીવા ઓપ્રેશનલ ચાર્જ આપી અઢળક નાણાં કમાઈ શકે છે.

આ પ્લેટફોર્મ દ્વારા ભારતના અને વિદેશના નાના મોટા ફિલ્મ નિર્માતાઓ ખૂબ જ ખર્ચાળ ફિલ્મો બનાવવા માટે પોતાનું સંપૂર્ણ બજેટ ખર્ચી નાખતા હોય છે, જયારે ફિલ્મ થિએટરમાં રિલીઝ કરવાના સમયે તેમની પાસે માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને પ્રોમોશન કરવા અને થિયેટરમાં ફિલ્મ ટેલિકાસ્ટ માટે ભંડોળ પણ ખલાસ થઈ જતું હોય છે. આવા અસંખ્ય નાના બજેટ વાળા ફિલ્મ નિર્માતાઓ અને પ્રોડયૂસરો તેમનો સમય અને ભંડોળના અભાવે ખૂબ જ નિરાશ થઈ જતા હોય છે. ત્યારે આ OTT પ્લેટફોર્મ આવા હજારો ફિલ્મ મેકરો માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે કે જેના દ્વારા તેમની ફિલ્મો આ OTT પ્લોટફોર્મ ઉપર ચલાવી તેમને માર્કેટિંગ, બ્રાન્ડિંગ, પ્રમોશન અને ADથી આર્થીક મદદ મળશે અને ફિલ્મ નિર્માતાઓને ફાયદો થશે. આ પ્લેટફોર્મ મેહુલ ઉપાધ્યાય અને તેમની ટેક્નિકલ ટીમ દ્વારા બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન