star batsman shikhar dhawan career may over
  • Home
  • Sports
  • Cricket
  • આ ક્રિકેટરને કારણે ખતમ થઈ શકે છે શિખર ધવનની કારકિર્દી!

આ ક્રિકેટરને કારણે ખતમ થઈ શકે છે શિખર ધવનની કારકિર્દી!

 | 10:19 pm IST
  • Share

  • શું ખતમ થઈ ગઈ છે શિખર ધવનની કારકિર્દી?

  • ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી મળી રહી

  • આ ખેલાડીએ લીધું શિખરનું સ્થાન!

એક સમયે ભારતીય બેટિંગની કરોડરજ્જુ માનવામાં આવતો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શિખર ધવન લાંબા સમયથી ટીમની બહાર છે. એવામાં ટીમ ઈન્ડિયાના જ એક કાબેલ બેટ્સમેને તેનું સ્થાન લીધું છે. આ ખેલાડીના કારણે શિખરનું કરિયર જોખમમાં મુકાઈ ગયું છે. જયારે  કેટલાક યુવા ખેલાડીઓએ IPLમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી છે.

શિખર લાંબા સમયથી ટીમની બહાર છે

સ્ટાર બેટ્સમેન શિખર ધવન ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ધવને તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. જે બાદ શુભમન ગિલ અને મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે T20 અને ODI ક્રિકેટમાંથી પણ બહાર છે. હાલમાં જ યોજાયેલા T20 વર્લ્ડ કપ 2021માં પણ તેને રમવાની તક મળી નથી. ધવનને ન્યુઝીલેન્ડ સામે પણ બહાર બેસવું પડ્યું હતું. એવામાં તેની કારકિર્દી પર તલવાર લટકી રહી છે.

આ ખેલાડી ખતમ કરી શકે છે કારકિર્દી

છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલે ટીમ ઈન્ડિયામાં એક અલગ જગ્યા બનાવી છે. તેણે ભારત માટે દરેક ફોર્મેટમાં રન બનાવ્યા છે. હવે રાહુલે ખતરનાક બેટ્સમેન રોહિત શર્મા સાથે પોતાની હિટ ઓપનિંગ જોડી બનાવી છે. T20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રાહુલે પોતાની રમતથી બધાનું દિલ જીતી લીધું હતું. ટેસ્ટ ક્રિકેટમાં રાહુલ પોતાની રમત જાળવી રાખી છે. રાહુલની સાથે ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ અને મયંક અગ્રવાલ જેવા યુવા ખેલાડીઓએ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ટીમ ઈન્ડિયામાં શિખર ધવનની વાપસી અસંભવ દેખાઈ રહી છે, કારણ કે રાહુલે ઓપનર તરીકે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ICC જેવી મોટી ટૂર્નામેન્ટમાં પણ સિલેક્ટર ધવનને ભારતીય ટીમ માટે પસંદ કરી રહ્યા નથી. ઘણા યુવા ઓપનર બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. આવી સ્થિતિમાં, ધવનની કારકિર્દી પર બ્રેક લગતી દેખાઈ રહી છે.

IPLમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન

IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા શિખર ધવને IPL 2021માં ઘણા રન બનાવ્યા છે, તેમણે 16 મેચમાં 587 રન બનાવ્યા છે. તેણે દરેક બોલર સામે રન બનાવ્યા છે. એક સમયે ધવન ટીમ ઈન્ડિયાનો નંબર વન ઓપનર હતો, પરંતુ ધીમે-ધીમે સિલેક્ટર્સને પસંદ પડતો બંધ થઈ ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો