Star Kids Sonam, Alia, Karan Johars' Old Viral Video Sushant Singh Insult
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્ટારકિડ્સે સુશાંતની જાહેરમાં આબરૂના કર્યા હતા ધજાગરા, આ રહ્યો પુરાવો જે જોઈ રડી પડશો

સ્ટારકિડ્સે સુશાંતની જાહેરમાં આબરૂના કર્યા હતા ધજાગરા, આ રહ્યો પુરાવો જે જોઈ રડી પડશો

 | 2:40 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપુત ખુબ જ પ્રતિભાશાળી હતો તેમ છતાંય બોલિવૂડમાં હંમેશા તેને આઉટસાઈડર ગણાવવામાં આવતો. સુશાંતના અભિનય સહિતના ટેલેન્ટને અવગણીને હંમેશા સ્ટારકિડ્સને જ મહત્વ આપવામાં આવતું તેવા અનેક પ્રકારના આરોપ થઈ રહ્યાં છે.

હવે સ્ટારકિડ્સ દ્વારા સુશાંતનું કઈ હદે અપમાન કરવામાં આવતું અને તેની મજાક ઉડાવવામાં આવતી તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે. સુશાંતના જુનિયર અને પ્રમાણમાં એકદમ ઓછા પ્રતિભાશાળી હોવા છતાંયે અનેક સ્ટારકિડ્સ તેને ઉતારી પાડતા અને ભારે ઠેકડી ઉડાડતા પણ સહેજેય ખચકાતા નહોતા.

સુશાંતસિંહ સંવેદનશીલ વ્યક્તિ હતો અને તે પોતાની અવગણના તથા બોલિવૂડમાં ચાલી રહેલા સગાવાદને કારણે અગાઉથી જ હતાશામાં હતો. તે ડિપ્રેશન માટે ઇલાજ પણ કરી રહ્યો હતો. ફિલ્મ ઉદ્યોગમાં નવોદિતો અથવા તો બહારના લોકોને આસાનીથી એન્ટ્રી મળતી નથી અને માત્ર સ્ટાર કિડ્સને જ તક મળે છે તે બાબતનો સુશાંતને રંજ હોઈ શકે અને આ જ કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હોય તથા આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોય તેમ બની શકે છે.

બોલિવૂડની વિવિધ હસ્તીઓ આ મામલે શાહરુખ ખાન, કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર વગેરે સામે નવા નવા આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર થ્રો બેક વીડિયો પણ જારી થઈ રહ્યા છે જેમાં એક વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે કેવી રીતે સ્ટાર કિડ્સ સુશાંતને અપમાનિત કરતા રહેતા હતા.

આ વીડિયોમાં મોટા ભાગના તો કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણ પર આધારીત છે. જેમાં સોનમ કપૂર, આલિયા ભટ્ટ અને શાહિદ કપૂરના વીડિયો પણ સામેલ છે. જેમાં એક શોમાં કરણ જોહર સોનમ કપૂર સામે કેટલાક કલાકારોના નામ લે છે જેમાં સુશાંતનું નામ આવતા સોનમ આશ્ચર્ય પામે છે અને તેને ઓળખવાનો જ ઇનકાર કરી દે છે. આવી જ રીતે આલિયા ભટ્ટ પણ જાણે સુશાંતને ઓળખતી જ ન હોય તેવો ઢોંગ કરતી જોવા મળી હતી. જેમાં સુશાંતની પ્રતિભા અને ટેલેન્ટ પ્રત્યેની ઈર્ષ્યા અને સુગ સ્પષ્ટ પણે નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન