starlink internet speed will double to 300mbps by this year
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુકેશ અંબાણીને ટક્કર આપવાની તૈયારીમાં આ વ્યક્તિ, લોકોને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ

મુકેશ અંબાણીને ટક્કર આપવાની તૈયારીમાં આ વ્યક્તિ, લોકોને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ

 | 2:55 pm IST
  • Share

ટેસ્લા અને સ્પેસએક્સ(SpaceX)ના સીઈઓ એલન મસ્ક (Tesla CEO elon musk)એ કહ્યું છે કે સ્ટારલિંકની ઈન્ટરનેટ સ્પીડ(Internet speed) આ વર્ષે બેગણી થઈ જશે. દુનિયાભરમાં છેવાડાના વિસ્તારોમાં લાખો લોકો માટે સસ્તી વેબ સુવિધા ઉપલબ્ધ કરાવનાર સ્ટારલિંક સેવા પોતાની ઈન્ટરનેટ સ્પીડ વધાર પર કામ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર એલન મસ્કે સ્પેસ ટેકનોલોજી પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 1000 સેટેલાઈટ સ્પેસમાં લોન્ચ કર્યા છે. આ બધા સેટેલાઈટ સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસ માટે કામ કરી રહ્યા છે.

વર્તમાનમાં Starlink પરિયોજના માટે 50થી 150Mbpsની વચ્ચે સ્પીડ આપવાનો દાવો કર્યો છે. તેની સાથે જ કંપનીનો 12 હજાર સેટેલાઈટ પર હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવાનો પ્લાન છે. તમને જણાવી દઈએ કે કંપની પહેલા જ પોતાના 1000થી વધુ સ્ટારલિંક ઉપગ્રહોને ઓરબિટમાં સ્થાપિત કરી ચુકી છે.

મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી

મસ્કે સોમવારે મોડીરાત્રે એક ટ્વિટ કરીને કહ્યું, આ વર્ષે સ્ટારલિંકની સ્પીડ બેગણી વધીને 300Mb/s થઈ જશે. તેમણે કહ્યું કે સ્ટારલિંક પરિયોજના આવતા વર્ષ સુધીમાં પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે. મસ્કે કહ્યું, આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ગીચ શહેરી વિસ્તારમાં સેલ્યૂલરને હંમેશા ફાયદો થશે. તમને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા સમાચાર આવી રહ્યા હતા કે, Elon Musk એ ભારત સરકાર પાસે સેટેલાઈટ બેસ્ડ બ્રોડબેન્ડ ટેકનોલોજીને ભારતમાં સંચાલનની પરવાનગી માગી હતી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભારતમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ગયા વર્ષે ઓગસ્ટમાં એખ કંસલ્ટેશન પેપર જાહેર કર્યું હતું.

ભારતમાં 700 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ

ભારત ઈન્ટરનેટ યૂઝર્સનું મોટુ માર્કેટ છે. અહિં 700 મિલિયન ઈન્ટરનેટ સબ્સક્રાઈબર્સ છે. તેની સંખ્યા વર્ષ 2025 સુધીમાં વધીને 974 મિલિયન થઈ જશે. ભારતમા હાલમાં એવરેજ ઈન્ટરનેટ સ્પીડ 12 Mbps. જો કે 5G આવ્યા બાદ ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ વધવાની આશા છે. SpaceXના સ્ટારલિંક પ્રોજેક્ટના માધ્યમથી 150 Mbps સુધીની સ્પીડ લોકોને આપી શકાય છે.

આ વીડિયો પણ જૂઓ: બહેરામપુરામાં કોંગ્રેસની જીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન