હવે માત્ર એક કલાકમાં પહોંચાશે સુરતથી શિરડી - Sandesh
NIFTY 10,754.35 -47.50  |  SENSEX 35,403.91 +-140.03  |  USD 67.8725 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હવે માત્ર એક કલાકમાં પહોંચાશે સુરતથી શિરડી

હવે માત્ર એક કલાકમાં પહોંચાશે સુરતથી શિરડી

 | 2:46 pm IST

રાજ્યના ઘણા મુસાફરો અવારવનાર પોતાના વ્યવસાય કે સાંઇબાબાનાં દર્શનાર્થે આસ્થા સ્થાન શિરડી જતા હોય છે. ખાસ કરીને સુરતથી મુસાફરો શિરડી પહોંચતા હોય છે, જેમને શિરડી પહોંચવામાં લગભગ 6 કલાક જેટલો સમય લાગે છે પરંતુ હવે આ મુસાફરો માટે એક આનંદનાં સમાચાર આવ્યા છે. જેના થકી સુરતથી શિરડીનાં પ્રવાસ દરમિયાન તેમનો સમય વધુ વેડફાસે નહી અને માત્ર એક જ કલાકમાં મુસાફરો સુરતથી શિરડી પહોંચી શક્શે.

સુરત શહેરમાંથી હજારોની સંખ્યામાં લોકો શિરડી જાય છે તેમને એક નવી સુવિધા મળવા જઇ રહી છે. સુરતવાસીઓ મોટા ભાગે શિરડી જવા માટે ખાનગી વાહનો કે લક્ઝરી બસોનો ઉપયોગ કરે છે. જેમાં મુસાફરોને શિરડી પહોંચતા લગભગ 6 કલાકથી વધુનો સમય થાય છે પરંતુ હવે સુરતથી શિરડી સીધી ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે. જેથી માત્ર 1 કલાકમાં જ મુસાફરો શિરડી પહોંચી શકાશે.

તમને જણાવી દઇએ કે, વેન્ચુરા એર કનેક્ટ સુરતથી શિરડી ફ્લાઇટ શરૂ કરવા માટેની ટ્રાયલ કરી રહ્યા છે. આવનારી 15 ફેબ્રુઆરીથી આ ફ્લાઇટ શરૂ કરવાના પ્રયાસ રહેશે તેમજ ટિકિટ દર પણ 3500 થી લઇ 5000 રૂપિયા સુધીનો રહેશે તેવી આશા સેવાઇ રહી છે.