Starting from today the festival of devotional power Navratri, the night will be full of street noise
  • Home
  • Featured
  • આજથી ભક્તિ-શક્તિના પર્વ નવરાત્રિનો પ્રારંભ, રાત્રે શેરી ગરબાની ધૂમ મચશે

આજથી ભક્તિ-શક્તિના પર્વ નવરાત્રિનો પ્રારંભ, રાત્રે શેરી ગરબાની ધૂમ મચશે

 | 7:08 am IST
  • Share

માઈ મંદિરો રોશનીથી ઝળહળ્યા, છેલ્લી ઘડીની ખરીદીથી બજારોમાં ચિક્કાર ભીડ

આવતીકાલ ગુરૃવારથી નવલી નવરાત્રિના પ્રારંભ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવા સજ્જ બની ગયા છે. શહેરના માઇ મંદિરો ઘંટનાદ, શંખનાદ અને ઝાલરોના નાદથી ગાજી ઊઠશે. સૂરતાલ સાથે નવ દિવસીય નવરાત્રિ ઉત્સવનો દોર શરૃ થશે. આજે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ શહેરના તમામ નાના-મોટા માઇમંદિરો ભપકાદાર રોશનીથી ઝળહળી ઊઠયા હતા.

છેલ્લી ઘડીની ખરીદી માટે રાસ-ગરબાના ખેલૈયાઓએ લો ગાર્ડન, માણેકચોક, રાણીના હજીરા, નહેરુનગર અને મણિનગરના નવરાત્રિ વસ્ત્ર બજારમાં જબરદસ્ત ભીડ જમાવી હતી અને ચણિયાચોળી, ચૂડીદાર, કુર્તા, ધોતી સાથે લાકડા તથા પિત્તળના દાંડિયાની ખરીદી કરી હતી. શહેરભરમાં સાંજે ૬ વાગ્યા બાદ ઠેરઠેર વાહનોના ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા સાથે કોર્મિશયલ ગરબા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

શહેરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા કોરોના વિરોધી બે ડોઝ વેક્સિન લીધી ન હોય તે તમામને પોળ, સોસાયટી, કોલોની અને મહોલ્લા સાથે ખાનગી ફાર્મ હાઉસમાં પણ પ્રવેશબંધી ફરમાવી છે. આ નિયમ ગરબે ઘૂમતા ખેલૈયાઓને લાગુ પડશે કે કેમ ? તેની સત્તાવાર સ્પષ્ટતા તંત્ર દ્વારા કરી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો