Starting payment of aid to the families of those who died of covid in Rajkot
  • Home
  • Featured
  • ગુજરાતના આ શહેરમાં કોવિડથી મૃત્યુના કેસમાં સહાય ચૂકવણી શરૂ

ગુજરાતના આ શહેરમાં કોવિડથી મૃત્યુના કેસમાં સહાય ચૂકવણી શરૂ

 | 1:36 pm IST
  • Share

  • 200 પરિજનોને ડોક્યુમેન્ટ ચકાસણી બાદ ચૂકવણી

  • ઓનલાઈન લાભાર્થીના ખાતામાં આ સહાય અપાશે

     

રાજકોટમાં કોવિડથી મૃત્યુના કેસમાં સહાય ચૂકવણી શરૂ થઇ છે. જેમાં 200 પરિજનોની ડોક્યુમેન્ટ ચકાસણી બાદ આજે ચૂકવણી કરવામાં આવી રહી છે. તેમાં મૃતકના પરિજનોના ખાતામાં રૂ.50 હજાર સહાય જમા થશે.

આજે 200 પરિજનોની ડોક્યુમેન્ટ ચકાસણી બાદ ચૂકવણી કરવામાં આવશે

કોરોનાની મહામારી દરમિયાન રાજયભરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મૃતકોના ડેથ સર્ટિમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિને કોરોના થયાના 30 દિવસમાં મૃત્યુના કેસમાં જ સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આથી આ મૃતકોના પરિવારજનોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથનું પ્રમાણપત્ર આપવા પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે રાજ્યમાં કલેકટર અને તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણની વ્યયસ્થા કરવામાં આવી છે. જેમાં આજે 200 પરિજનોની ડોક્યુમેન્ટ ચકાસણી બાદ ચૂકવણી કરવામાં આવી રહી છે.

3 મામલદાર કચેરી ખાતે ચકાસણીની કામગીરી કરવામાં આવશે

ઉલ્લેખનિય છે કે રાજકોટમાં કોરોનામાં મૃત્યુ પામેલના પરિવારને 50,000 ની સહાયના મામલે આજથી સહાયની ચુકવણી શરૂ કરવામાં આવશે. જેમાં શહેર અને જિલ્લામાં આજથી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 422 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. તથા 200 લાભાર્થીઓને ડોક્યુમેન્ટની ચકાસણી કરી લીધા બાદ આજે ચુકવણી કરવામાં આવશે. તેમજ સૌથી સારી વાત એ છે કે ઓનલાઈન લાભાર્થીના ખાતામાં આ સહાય ચુકવણી કરવામાં આવશે. રાજકોટની 3 મામલદાર કચેરી ખાતે ચકાસણીની કામગીરી કરવામાં આવશે.

અમદાવાદમાં 300થી વધારે લોકોને અત્યાર સુધી સહાય આપી

કોવિડથી મૃતકોના પરિજનોને સહાયની ચૂકવણી થઇ ગઇ છે. જેમાં અમદાવાદમાં 300થી વધુ લોકોને સહાય ચૂકવાઈ છે. તેમાં શહેરી વિસ્તારમાં 3318, ગ્રામ્યમાં 93 મોત નોંધાયેલા છે. જેમાં અમદાવાદ કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું છે કે સરકારી ચોપડે શહેરી વિસ્તારમાં 3318 અને 93 ગ્રામ્ય વિસ્તારમાં મરણ થયા છે. મામલતદાર કચેરીઓમાંથી આ તમામ લોકોનો સંપર્ક કરાયો છે. તમામનો રૂબરૂ સંપર્ક કરાયો છે. તથા એક થી વધારે વારસદાર હોય તો એફિડેવિટ જરૂરી છે. તથા અમદાવાદમાં 300થી વધારે લોકોને અત્યાર સુધી સહાય આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો