SBIએ ધડાધડ 41 લાખથી વધુ બેન્ક એકાઉન્ટ કર્યા બંધ, આમા તમારું ખાતું તો નથી ને... - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.5625 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBIએ ધડાધડ 41 લાખથી વધુ બેન્ક એકાઉન્ટ કર્યા બંધ, આમા તમારું ખાતું તો નથી ને…

SBIએ ધડાધડ 41 લાખથી વધુ બેન્ક એકાઉન્ટ કર્યા બંધ, આમા તમારું ખાતું તો નથી ને…

 | 3:00 pm IST

ભારતીય સ્ટેટ બેન્કે ચાલુ નાણાકીય વર્ષના 10 મહિનાઓમાં 41.16 લાખથી પણ વધુ બેન્ક ખાતાઓ બંધ કરી દીધા છે. સૂચનાના અધિકાર અંતર્ગત માંગવામાં આવેલી જાણકારી અંતર્ગત આ આંકડો બહાર આવ્યો છે. મધ્યપ્રદેશનાં સમાજસેવી ચંન્દ્રશેખર ગૌડે આરટીઆઇ અરજી દાખલ કરી હતી. જેમા તેમણે બેન્ક ખાતાઓને લઇ જાણકાર માંગી હતી. જેના જવાબાં તેમને 28 ફેબ્રુઆરીએ મળેલા પત્રમાં આ વિશે જાણકારી આપવામાં આવી.

ભારતીય સ્ટેટ બેન્કે જે કારણે આ બેન્ક ખાતાઓને બંધ કર્યા છે, તેને જાણવુ તમારા માટે પણ જરૂરી છે. કારણ કે. આ શરત તમારા પર પણ લાગૂ થઇ શકે છે. એવામાં તમારે પણ આ શરતને પૂર્ણ કરવાની રહેશે. રિપોર્ટ અનુસાર, ભારતીય સ્ટેટ બેન્કે 41.16 લાખ બેન્ક ખાતાઓને એ કારણે બંધ કરી દીધા છે, કારણ કે આ ખાતાઓમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવામાં આવ્યુ નહતું. તમને જણાવી દઇએ કે, આ આંકડો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ભારતીય સ્ટેટ બેન્કે મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગનારા ચાર્ઝને 75 ટકા સુધી ઘટાડી દીધો છે.

મંગળવારે ભારતીય સ્ટેટ બેન્ક(SBI)એ પોતાના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. એસબીઆઇ એ તે લોકોને ખુબ મોટી રાહત આપી છે, જે પોતાના બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ બનાવી રાખવામાં સક્ષમ નથી હોતા. એસબીઆઇ એ ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગનારા ચાર્ઝને 75 ટકા સુધી ઘટાડી દીધો છે. આ ઘટાડા બાદ ગ્રાહકોએ પહેલા કરતા ખુબ ઓછો ચાર્જ ચુકવવાનો રહેશે. જોકે આ ઘટાડો 1 એપ્રિલથી લાગૂ થશે.