NIFTY 10,451.80 -0.70  |  SENSEX 33,731.19 +45.63  |  USD 64.6750 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્ય સરકારે ડીઝલ બસ ખરીદવા માટે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં

રાજ્ય સરકારે ડીઝલ બસ ખરીદવા માટે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં

 | 2:24 am IST

અમદાવાદ,તા.૨૦

દેશના પર્યાવરણના કાયદાઓના પાલન માટે રચાયેલી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્ણયને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો છે. પિટિશનમાં સીએનજી બસો ખરીદવાની દાદ માગવામાં આવી છે. સીએનજી સિવાય કોઇપણ વાહનો ખરીદવા પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ફરજિયાત મંજૂરી લેવાના નિર્ણયને સરકારે પડકાર્યો છે. પિટિશનમાં એવી દલીલ કરાઇ છે કે, રાજ્ય સરકાર તમામ વાહન સીએનજીથી ચલાવી શકે નહી તેથી ડીઝલ બસ ખરીદવાની મંજુરી મળવી જોઇએ. સરકારની પિટિશનનો કોર્ટમાં વિરોધ કરવામાં આવતા વધુ સુનાવણી ૨૩મી માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સવર્સિ અને બીઆરટીએસે ડીઝલ બસો ખરીદવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પાસે મંજૂરી માંગી છે તે માગણી પડતર છે ત્યાં રાજ્ય સરકારે પણ ડીઝલ બસો ખરીદવા મંજૂરી માંગી છે. એનજીટીએ એવો હુકમ કર્યો છે કે, રાજ્ય સરકારે કે તેની કોઇપણ સબઓર્ડિનેટ સંસ્થાએ સીએનજી સિવાયના કોઇ વાહનો એનજીટીની પરવાનગી વગર ખરીદવા નહી. દેશમાં વધતા જતા વાહનોના પ્રદુષણને ડામવા દિલ્હીના એનજીટીએ સીએનજી વાહનો ચલાવવાનો નિર્ણય લીધો છે પરતું રાજ્ય સરકારની એવી દલીલ હતી કે રાજ્યભરમાં તમામ બસો સીએનજી કરવી શક્ય નથી.