State government fees pricing committee decided to set fee of 16 schools in Surat
  • Home
  • Featured
  • રાજય સરકારની ફી નિર્ધારણ સમિતિએ સુરતમાં વધુ 16 શાળાઓની ફી નક્કી કરી, શિશુ વિહારને ફટકો

રાજય સરકારની ફી નિર્ધારણ સમિતિએ સુરતમાં વધુ 16 શાળાઓની ફી નક્કી કરી, શિશુ વિહારને ફટકો

 | 8:30 am IST

રાજય સરકાર દ્વારા રચાયેલી ફી નિર્ધારણ સમિતિએ આજે સુરતની ૧૪ અને વલસાડની બે શાળાઓની ફી જાહેર કરી હતી. જેમાં સુરતની શિશુ વિહાર બોઘરા શાળાની ધો. ૧૨ સાયન્સની ફીમાં સૌછી વધુ રૂ. ૩૧,૮૫૦નો ઘટાડો કર્યો હતો.

શાળા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં ધો. ૧૨ સાયન્સની ફી પચાસ હજાર રૂપિયા રાખવાની ડિમાન્ડ થઈ હતી. જેની સામે સમિતિ દ્વારા ફક્ત ૧૮,૧૫૦ મંજૂર કરી અપાયા છે અને ૩૧,૯૫૦નો કાપ મૂકી દેવાયો છે. આવી જ રીતે શિશુ વિહાર શાળા દ્વારા જુનિયર કે.જી.થી માંડીને ધો. ૧૨ સુધીના તમામ વર્ગમાં ફી વધારા માટે થયેલી માગણીઓ ઉપર રિવ્યુ બાદ સમિતિએ કાતર ફેરવી દીધી છે.

આવી જ રીતે બીજા ક્રમે કામરેજ ખાતે આવેલી વિસ્ડમ ઈન્ટરનેશનલ સ્કૂલની ફીમાં પણ બીજા ક્રમનો સૌથી મોટો ઘટાડો કરાયો છે. સંસ્થાએ ચાલુ વર્ષ માટે સાયન્સની રૂ. ૮૦,૫૦૦ની માગણી થઈ હતી જેની સામે રૂ. ૨૭,૦૦૦નો ઘટાડો કરી રૂ. ૫૩,૫૦૦ ફી મંજૂર કરી અપાઈ છે.

આ ઉપરાંત વેસુ સ્થિત શ્રાી શ્રાી રવિશંકર શાળાની ચાલુ વર્ષની ધો. ૧૨ સાયન્સની ફીમાં ૧૦,૨૯૦ કાપી નંખાયા છે તેમજ જુ.કે.જી.થી તમામ વર્ગમાં માગેલી ફીમાં પણ કાતર ફેરવી દેવાઈ છે. શાળાની ફીમાં ગત વર્ષમાં ઘટાડો કરાયો છે. જયારે સુરતની સમિતિ ઈંગ્લિશ અને ગુજરાતી માધ્યમની તમામ વર્ગની ગત વર્ષની ફીમાં કોઈ ફેરફાર થયો નથી.

પરંતુ ચાલુ વર્ષની ફીમાં આંશિક ઘટાડો કરાયો છે. જયારે બારડોલી ધુલિયા રોડ ઉપર આવેલી રોયલ ઈન્ટરનેશનલ સ્કૂલની પ્રિ-પ્રાયમરી સ્કૂલની ગત વર્ષની ફીમાં બે હજાર અને ચાલુ વર્ષમાં પણ આંશિક ઘટાડો કરાયો છે.

જયારે ન્યુ સિટીલાઈટ રોડ સ્થિત સુરત પબ્લિક અને અડાજણની એસ.સી. જૈન સ્કૂલની ફીમાં પણ ઘટાડો કરાયો છે. સમિતિએ વલસાડના ઘરમપુર સ્થિત બી.આર. ઈન્ટરનેશનલ સ્કૂલની ગત વર્ષની તેમજ વાપી કુંભારવાડ ખાતે આવેલી સંસ્કાર ભારતી શાળાની ફી પણ આંશિક ઘટાડા સાથે જાહેર થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન