State Govt decided to give promotion to government officer on Benchmark
  • Home
  • Ahmedabad
  • રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

 | 12:54 pm IST

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઈ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સરકારીકર્મીઓના પ્રમોશનના જૂના નિયમો રદ કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ગ-1થી 3ના કર્મચારી-અધિકારીનો પ્રમોશનના જૂના નિયમો રદ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પ્રમોશન માટે બેચ માર્ક નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે પ્રોમોશન આપવાના જૂના નિયમોને રદ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે હવે વર્ગ-1ના અધિકારીને બીજા તબક્કાથી પ્રથમ તબક્કાનું પ્રમોશન આપવા માટે ‘વેરી ગુડ’નું બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે વર્ગ-૩માંથી વર્ગ-૨માં પ્રમોશન આપવા માટે Good બેન્ચમાર્ક નક્કી કરાયું છે.

સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે પ્રમોશન પામનાર અધિકારીઓની સર્વિસ બુકમાં વેરી ગુડ કે ગુડ બેન્ચમાર્ક જેવી કામગીરી હશે તો જ પ્રમોશન આપી શકાશે. તેથી અધિકારીઓની સારી કામગીરી હશે તો જ તેમને પ્રમોશન મળશે. જ્યારે જે સરકારી અધિકારીની કામગીરી સારી નહીં હોય તો તેમનું પ્રમોશન અટકાઈ શકે છે.

આ વીડિયો પણ જુઓ: સુરતના ડિંડોલીમાં બસ અકસ્માતમાં 3ના મોતનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન