NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રાજ્યમાં લાખ ગૂણી એરંડાની આવક, ભાવ વધીને રૂ.૯૦૦, સિઝનની ટોચે

રાજ્યમાં લાખ ગૂણી એરંડાની આવક, ભાવ વધીને રૂ.૯૦૦, સિઝનની ટોચે

 | 2:49 am IST

રાજકોટ, તા.૧૮

આયાત ડયૂટી લાદવાની રૂમરના કારણે કઠોળ-દાળમાં કરંટ આવતા અડદ, તુવેર, મગ, ચણા સહિત જાતોમાં ક્વિન્ટલે, ૧૦૦ થી ૧૫૦નો સુધારો હતો. ખાસ કરીને ચણાની માંગ નીકળતા સ્થાનિક મિલો દ્વારા રૂ. ૨૦૦ સુધારી રૂ. ૫૪૦૦થી ૫૫૦૦ તેમજ દાળ રૂ.૨૦૦ સુધારી રૂ. ૬૯૦૦થી ૭૧૦૦નો ભાવ કર્યા હતો. બેશનના ભાવો સ્થિર રાખેલા.

એરંડામાં સ્ટોકિસ્ટો શિપરો-મિલરોની ચાલુ સપ્તાહમાં લાવ-લાવ રહેતા આજે ઝડપી રૂ.૫૦ ઉછળી રૂ.૯૦૦ની સપાટી ટચ કરતાં ચાલુ સિઝનનો ટોચનો ભાવ થયો હતો. તેજીની અસરે રાજ્યના યાર્ડામાં આવક વધીને લાખ ગુણી વચ્ચે રૂ. ૮૨૫થી ૯૦૫માં વેચાણ થયેલા. દિવેલ લુઝ રૂ.૧૫ સુધરી રૂ.૯૪૦માં ૧૫૦ ટનના કામકાજ હતા. ધોરાજી સાઈડ બિલ્ટી એરંડા રૂ.૮૭૦, શાપુર રૂ. ૮૯૦થી ૮૯૩, જૂનાગઢ રૂ. ૮૯૫થી ૯૦૦, જગાણા રૂ. ૯૦૦થી ૯૦૫, કંડલા રૂ.૯૦૦, કડી રૂ.૯૧૦માં કામકાજ થયેલા.

ખાદ્યતેલોમાં મક્કમ વલણ વચ્ચે સિંગતેલ લુઝ રૂ. ૯૫૫થી ૯૬૦, કપાસિયા વોશ રૂ. ૬૩૦થી ૬૩૩, પામોલિન લુઝ રૂ. ૫૭૪થી ૫૭૫, સોયાલુઝ રૂ. ૬૩૪થી ૬૩૫ હતું.

સૌરાષ્ટ્રમાં મગફળીની ૩૦ હજાર ગુણીની આવકે પિલાણબર ખાંડી રૂ.૧૫૮૦૦, ૨૦ કિલોનો રૂ. ૭૯૦થી ૮૨૦, દાણાબરનો રૂ. ૧૧૨૦થી ૧૧૩૦ હતો. સિંગદાણા જાડામાં રૂ. ૬૩થી ૬૪ હજાર અને ઝીણા જાવા રૂ. ૭૪થી ૭૫ હાજરમાં ૫૦૦ ટનના કામકાજ હતા.

કપાસમાં ખેડૂતોની પાંખી વેચવાલી વચ્ચે ગાંસડીમાં માંગ જળવાઈ રહેતા રૂ. ૪૩૦૦૦થી ૪૩૫૦૦નો ભાવ જળવાઈ રહ્યો છે. કપાસ ઉંચામાં રૂ. ૧૧૭૫થી ૧૨૩૦, ગામડે બેઠાં રૂ. ૧૧૫૦થી ૧૧૬૫ અને જિન પહોંચના રૂ. ૧૧૫૦થી ૧૨૦૦ના ભાવ હતા.   ઘઉંમાં સામાન્ય નરમાઈ સાથે મિલબર ક્વોલિટીમાં રૂ.૧૦ ઘટી રાજકોટ રૂ.૧૬૨૫ અને વેરાવળ રૂ.૧૫૭૧ના ભાવ હતા.