હવે કાચા-પાકા લાયસન્સ કઢાવવા માટે અરજદારે RTO કચેરીના ધક્કા નહીં ખાવા પડે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હવે કાચા-પાકા લાયસન્સ કઢાવવા માટે અરજદારે RTO કચેરીના ધક્કા નહીં ખાવા પડે

હવે કાચા-પાકા લાયસન્સ કઢાવવા માટે અરજદારે RTO કચેરીના ધક્કા નહીં ખાવા પડે

 | 8:22 am IST
  • Share

કાચા-પાકા લાયસન્સ કઢાવવા માટે અરજદારે આરટીઓ કચેરીના ધક્કાખાવા પડશે નહી. અરજદારે લાયસન્સ માટે ઓનલાઇન અરજીની સાથે જ નિયત કરેલા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ડોક્યુમેન્ટ મોકલી આપ્યા બાદ અરજદારના તૈયાર થયેલા લાયસન્સને ટપાલ મારફતે તેના ઘરે મોકલી આપવામાં આવશે. ઓનલાઇન ડોક્યુમેન્ટ મોકલવાની સિસ્ટમ માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ખાસ સારથી-૪ નામનું સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવ્યું છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓ કચેરીઓની કામગીરીને પેપરલેસની સાથે સાથે ઓનલાઇન કરવામાં આવી છે. જેને પરિણામે આરટીઓની કામગીરી માટે અરજદારોને કચેરીની ધક્કાખાવામાંથી છુટકારો મળ્યો છે. આરટીઓ કચેરીમાં વાહનનો ટેક્ષ, વાહનની નોંધણી ઓનલાઇન કરવામાં આવે છે. ઉપરાંત નંબર પ્લેટ, ડ્રાઇવીંગ ટેસ્ટ તેમજ લાયસન્સ સહિતની કામગીરી માટે ઓનલાઇન એપોઇટમેન્ટ લેવાની હતી. પરંતુ જરૂરી ડોક્યુમેન્ટ આપવા માટે અરજદારે કચેરીના ધક્કા ખાવા પડતા હતા. ઉપરાંત કચેરીમાં આપેલા ડોક્યુમેન્ટ બદલાઇ જવાથી લાયસન્સ તેમજ વાહનની આર સી બુક નિયત વ્યક્તિને બદલે અન્ય વ્યક્તિના નામે ઇશ્યુ થવા સહિતના કિસ્સાઓ બનતા હતા. જેને પરિણામે આરટીઓ કચેરીની કામગીરી વધી જતી હતી. ઉપરાંત અરજદારને કચેરીના ધક્કા ખાવાની ફરજ પડતી હતી.

જેમાં પ્રાથમિક તબક્કે કાચા-પાકા અને રિન્યુઅલ લાયસન્સ માટે જ સિસ્ટમ શરૂ કરવામાં આવનાર છે. અરજદારે ઓનલાઇન મોકલેલા ડોક્યુમેન્ટ અને અરજીના આધારે આરટીઓ કચેરી દ્વારા લાયસન્સ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આરટીઓ કચેરી દ્વારા લાયસન્સને પોસ્ટ મારફતે અરજદારના સરનામે મોકલી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન