State women's commission takes up suo motu case On IAS Gaurav Dahiya
  • Home
  • Ahmedabad
  • સસ્પેન્ડ IAS ગૌરવ દહિયાની મુશ્કેલીમાં વધારો, મહિલા આયોગ દ્ગારા સુઓમોટો

સસ્પેન્ડ IAS ગૌરવ દહિયાની મુશ્કેલીમાં વધારો, મહિલા આયોગ દ્ગારા સુઓમોટો

 | 6:58 pm IST

કથિત પ્રેમ પ્રકરણને લઈને IAS ગૌરવ દહિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અગાઉ સરકારે દહિયાને સસ્પેન્ડ કર્યો હતો. તો હવે આ મામલે મહિલા આયોગે પણ દહિયા સામે સુઓમોટો રીટ કરી છે. મહિલા આયોગે કહ્યું કે, ગૌરવ દહિયાને ફોન કરીને ઓફિસ બોલાવ્યા છે. સાથે મહિલા આયોગ દિલ્હી ખાતે રહેતાં નીનું સિંહને પણ નોટિસ આપશે.

મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલીયાએ જણાવ્યું કે, ગૌરવ દહિયા અહીં આવશે ત્યારે અમે લીનુ સિંહને પણ નોટિસ આપવાના અને બોલાવવાના છીએ. જે તે વિભાગમાં જો શોષણ અંગે અરજીઓ આવી હોય અને જો તે મહિલાઓને લાગતું હોય કે તેમનું શોષણ થયું છે તો તેમણે મહિલા આયોગનો સંપર્ક કરવો જોઈએ. હજુ સુધી અમને ફરિયાદો મળી નથી. અમે ગૌરવ દહિયા અને સાથે સાથે બહેનનો પણ જવાબ લેવા માગીએ છીએ. જો અમને લાગશે કે હજુ તપાસ કરવાની જરૂર છે તો આગળ અરજીઓ પર પણ તપાસ કરીશું.

દિલ્હી સ્થિત મહિલાના શોષણ મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આઇએએસ દહિયાને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સીએમ વિજય રૂપાણીના આદેશ બાદ આઇએસ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

જુઓ આ વીડિયો પણ…

સુરતમાં વિદ્યાર્થીઓએ સંદેશો લખીને કારગિલના સૈનિકોને મોકલી રાખડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન