Statement of Deputy Chief Minister Nitin Patel on the Slapped of Hardik Patel
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલના લાફાકાંડ પર ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્યો ટોણો

હાર્દિક પટેલના લાફાકાંડ પર ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્યો ટોણો

 | 5:19 pm IST

હાર્દિકને સુરેન્દ્રનગરમાં એક સભામાં જાહેરમાં લાફો પડ્યો હતો. હાર્દિકને તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. ત્યારબાદ લાફો મારનાર કરૂણને ઢોર માર મારવામાં આવ્યો હતો, અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે હાર્દિક પટેલને લાફો મારવા મામલે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે.

હાર્દિકના લાફાકાંડ મામલે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, રાજકારણમાં પોતાના વિચારો રજૂ કરવાનો દરેકને અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ હોય પછી તે નાનો કાર્યકર જ કેમ ના હોય, રાજકારણની સભાઓમાં પોતાનો મત રજૂ કરવો એ દરેકનો અધિકાર છે. આ સાથે જ તેમણે હાર્દિક પર થયેલા હુમલાને વખોડતા કહ્યું કે, હાર્દિક પર જે હુમલો થયો તે સહેજ પણ યોગ્ય નથી.

વધુમાં તેમણે કહ્યું કે, લોકશાહીમાં કોઈ પણનો વિરોધ કરવો હોય તો આ પ્રકારે વિરોધ કરવો ખોટો છે. લોકશાહીમાં વિરોધમાં ન્યાયિક કેટલીક રીતો ઉપલબ્ધ છે. ન્યાયિક રીતે જેનો પણ વિરોધ કરવો હોય તે કરી શકાય છે. કોઈના ઉપર વ્યક્તિગત હુમલો કરવો કે સભા વિખેરી નાખવી એ યોગ્ય નથી. કમનસીબે અગાઉ કેટલાક આંદોલન કારીઓ એ આવી રીતો ઉભી કરી હતી. તે તદ્દન ખોટું છે. આ પ્રકારના કૃત્યો પહેલા પણ વ્યાજબી ન હતા અને હાલ પણ વ્યાજબી નથી તેનો ખ્યાલ આવી ગયો હશે. બીજેપીને આ મામલા સાથે કોઈ લેવા દેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન