વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર, શું કહ્યું જાણો છો? - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર, શું કહ્યું જાણો છો?

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર, શું કહ્યું જાણો છો?

 | 6:53 pm IST

કોંગ્રેસના નેતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર સણસણતા પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકાર ચર્ચાથી દૂર ભાગી રહી છે. આજનો વિધાનસભાનો દિવસ કાળા અક્ષરે લખાશે. સમગ્ર ઘટનાનું સીસીટીવી જાહેર કરવામાં આવે. ભાજપના ધારાસભ્યો દ્વારા કોંગ્રેસના ધારસભ્યોને ઉશ્કેરવામાં આવતા હતા. એટલું જ નહિં હરેન પંડ્યાવાળી થશે તેવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવતી હતી.

પરેશ ધાનાણીએ વિધાનસભામાં બનેલી ઘટનાને કાળા દિવસ સમાન લેખાવી હતી. તેમણે સરકાર પર ચર્ચાથી દૂર ભાગવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહિં તેમણે દિવસ દરમિયાન વિધાનસભામાં સર્જાયેલા ઘટનાક્રમ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે ભાજપના જગદીશ પંચાલ અને હર્ષ સંઘવી ઉશ્કેરતા હતા. એટલું જ નહિં હરેન પંડ્યા વાળી થશે તેવી ધમકી પણ આપતા હતા. ભાજપના ધારાસભ્યો અપશબ્દો બોલ્યા હતા.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જોઈએ. આમ શા માટે કરવામાં નથી આવતું. તેમણે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજને પણ જાહેર કરવા માંગણી કરી હતી.

કોંગ્રેસના MLA પુંજા વંશે વિધાનસભામાં થયેલી મારામારી વિશે કહ્યું હતું કે ઘટના બને એટલે માત્ર વિપક્ષ જ જવાબદાર હોય તેવું ન હોય. જો કોંગ્રેસના ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો ભાજપના ધારાસભ્યો સામે પણ કાર્યવાહી થવી જોઈએ.