Statements Like 'Desh Ke Gadaron Ko' Should Not Have Been Made : Amit Shah
  • Home
  • Featured
  • અમિત શાહે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કેમ હાર્યુ તેના કારણનો કર્યો ખુલાસો

અમિત શાહે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કેમ હાર્યુ તેના કારણનો કર્યો ખુલાસો

 | 8:01 pm IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાક નેતાઓએ બેફામ વાણીવિલાસ કર્યો હતો. જેથી ચૂંટણીપંચે કેટલાક નેતાઓના પ્રચાર પર પણ રોક લગાવવી પડી હતી. હવે ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે પણ સ્વિકાર કર્યો છે કે આ પ્રકારના નિવેદનોના કારણે પાર્ટીના પ્રદર્શન પર અસર પડી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત અને બીજેપીને ફક્ત 8 સીટો મળ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ વખત આ વિશે ખુલીને નિવેદન કર્યું છે. અમિત શાહે એક ખાનગી સમાચાર ચેનલના કાર્યક્રમમાં દિલ્હી ચૂંટણી સાથે જોડાયેલ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, અમે ફક્ત ચૂંટણી જીત અને હાર માટે લડતા નથી, બીજેપી તે પાર્ટી છે જે ચૂંટણીમાં વિચારધારાના વિસ્તાર માટે લડે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દિલ્હીના પરિણામોને CAA અને NRCના મેન્ડેટના રૂપમાં જોવા જોઈએ નહીં.

અમિત શાહે એ પણ સ્વિકાર કર્યો હતો કે દિલ્હી ચૂંટણીમાં તેમનો અંદાજ ખોટો સાબિત થયો છે. આ પરિણામોને શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનથી જોડીને જોવો યોગ્ય નથી. જે લોકો શાહીન બાગનું સમર્થન કરે છે તે તેમનો અધિકાર છે. જો અમે તેમની વિરુદ્ધમાં છીએ તો આ અમારો અધિકાર છે. અમિત શાહે એમ પણ માન્યું કે બની શકે છે ભાજપાને પાર્ટી નેતાઓના ધૃણાસ્પદ નિવેદનોથી નુકસાન થયું હોય.

ઘૃણાસ્પદ નિવેદનો પર આપ્યો ખુલાસો

દિલ્હી ચૂંટણી દરમિયાન બીજેપી નેતાઓના ‘ગોળી મારો’ અને ‘ભારત-પાકિસ્તાન મેચ’ જેવા નિવેદનો પર અમિત શાહે કહ્યું હતું કે આવી વાતો ના કરવી જોઈએ. અમિત શાહે કહ્યું હતું કે, પાર્ટીએ આવા નિવેદનોની હંમેશા ટીકા કરી છે. આ વખતે પણ આવા નિવેદનોથી દૂરી બનાવી લીધી હતી. શાહે આરોપ લગાવ્યો હતો કે હિન્દુ-મુસલમાનમાં વહેંચવાનું કામ હંમેશાથી કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે.

કોણે કોણે આપ્યા વિવાદાસ્પદ નિવેદનો

ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા અને રાજ્ય નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે ‘દેશ કે ગદ્દારો… નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો હતો. શાહે કહ્યું કે, આ પ્રકારના નિવેદનો નહોતા કરવા જોઈતા. જોકે તેમણે રાહુલ ગાંધીના ‘દંડા મારો…’ ના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન