Statue of Unity Going To Accident With Maharashtra Familys Near Rajpipla
  • Home
  • Featured
  • સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જતા પરિવાર સાથે મોટી દુર્ઘટના, એવો અકસ્માત કે કાર હવામાં 4-5 ગોથા ખાઈ ગઈ

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જતા પરિવાર સાથે મોટી દુર્ઘટના, એવો અકસ્માત કે કાર હવામાં 4-5 ગોથા ખાઈ ગઈ

 | 10:40 am IST

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે. દિવાળીનો તહેવાર હવે નજીક છે ત્યારે લોકો બહાર ગામથી ગુજરાતના પ્રવાસન સ્થળોએ ફરવાનું વિચારી રહ્યા છે. ત્યારે મંગળવારે સોશિયલ મીડિયામાં એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.

મહારાષ્ટ્રનો પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતો હતો, ત્યારે પેટ્રોલ પંપમાં ફોરવ્હીલર ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ વીડિયો પહેલી નજરે જોતા આપણું હૃદય હચમચી જાય તેમ છે. આ ઘટનામાં ફિલ્મીઢબે કોઇ સ્ટંટ ચાલતો હોય તેમ કાર હવામાં ફંગોળાઇ હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજપીપળા નજીક કુંવરપરા પાસે આવેલ રુદ્રાક્ષ પેટ્રોલ પંપની પાસે મહારાષ્ટ્રના પરિવારને અકસ્માત નડ્યો હતો. નર્મદામાં મહારાષ્ટ્રના પરિવારને ગમખ્વાર અકસ્માતમાં કાર હવામાં ફંગોળાઇ હતી. ત્યારે કારમાં સવારી કરતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હવામાં જ્યારે કાર ફંગોળાઇ હતી, ત્યારે કારમાં રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

સોશિયલ મીડિયામાં પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા મારફતે આખી ઘટના કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું કે, મહારાષ્ટ્રનો પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઇ રહ્યો હતો. ત્યારે હાઇવે પર બીજી ગાડી રોંગ સાઈડ પરથી અંદર આવતા ફૂલ ઝડપે આવતી ગાડીના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતાં અકસ્માત થયો હતો. આ ઘટનામાં કાર પેટ્રોલ પમ્પના ડિવાઈડર પર ચડી જતા હવામાં છલાંગ લગાવીને ચાર પાંચ પલટી મારી દીધી હતી. ત્યાં પેટ્રોલ પમ્પની સામે ફોરવ્હીલર ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, કારમાં બે પુરૂષ અને બે મહિલાઓ સહિત તેમની 10 વર્ષની એક દીકરી પણ હતી. આ ઘટનામાં એક મહિલા અને પુરૂષને ગંભીર ઇજા થવા પામી છે. પેટ્રોલ પમ્પના મેનેજર અને તેમના સ્ટાફે 108 બોલાવી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને ખસેડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન