સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે આવું કંઇક થવાનો મોટો ડર! - Sandesh
  • Home
  • Baroda
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે આવું કંઇક થવાનો મોટો ડર!

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે આવું કંઇક થવાનો મોટો ડર!

 | 7:10 am IST

 

કેવડીયાકોલોની:

સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઉચી પ્રતિમાનું હવે કામ પૂર્ણતાને આરે છે અને ગઈકાલે શુક્રવારે ચહેરાના અલગ અલગ ભાગો આવ્યા બાદ હવે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાના ચેહરાના ભાગનું કામ શરૃ કરવામાં આવ્યુ છે.

આ કામ સૌથી અઘરૃ અને જોખમી છે કારણ કે માથાનો ભાગ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો છેલ્લો ભાગ અને આ જગ્યાએ જઈને કામ કરવું ખુબ અઘરૃ છે છતાં ભારે ઉત્સાહ સાથે કામદારો અને ઇજનેરો કામ કરી રહ્યા છે. સરદાર પટેલની 182 મીટર પ્રતિમામાં માથાના ભાગની સાઈઝ જ 20 મીટરની છે. હવે 15 મી ઓક્ટોબર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુરુ થઈ જશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગથી લઈને માથા સુધીના ભાગને અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે એ ટુ ઝેડ સુધીનો નકશો બનાવાયો છે અને એ પ્રમાણે તેમાં કામ થઈ રહ્યુ છે. એટલે કે માથાના ભાગને વાય અને ઝેડ ભાગમાં વહેચી દેવામાં આવ્યુ છે જેથી નંબરો પાડીને સરળતાથી કામ કરી શકાય ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ સમય મર્યાદામાં પુરૃ થઈ જશે તેમાં કોઈ શંકા નથી.

પરંતુ બીજી તરફ સ્થાનિક આદિવાસી સમાજના કેટલાક સંગઠનો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના દિને દેખાવો થાય તેમજ વીરોધ પ્રદર્શન થાય તેવી શંકાઓ દેખાઈ રહી છે.  જેના કારણે સરકારી તંત્રમાં આ કાર્યક્રમોને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જેને પગલે પોલીસથી લઈ ગુપતચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફરીને ઈનપુટ મેળવી રહી છે.

સમય મર્યાદા પહેલા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને સફળ બનાવવા માટેની ચિંતાઓ સરકારી તંત્ર પર અંદર ખાને જોવા મળે છે.

;