ત્રિપુરા: BJP સમર્થકોએ વ્લાદિમીર લેનિનની મૂર્તિ પર બુલડોઝર ફેરવ્યાનો આરોપ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8700 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ત્રિપુરા: BJP સમર્થકોએ વ્લાદિમીર લેનિનની મૂર્તિ પર બુલડોઝર ફેરવ્યાનો આરોપ

ત્રિપુરા: BJP સમર્થકોએ વ્લાદિમીર લેનિનની મૂર્તિ પર બુલડોઝર ફેરવ્યાનો આરોપ

 | 8:03 am IST

ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ રાજ્યમાં તોડફોડ અને મારામારી બાદ હવે વામપંથી સ્મારકોને તોડવાના સમાચાર આવી રહ્યાં છે. આરોપ છે કે ભાજપ સમર્થકોએ સાઉથ ત્રિપુરા ડિસ્ટ્રિક્ટના બેલોનિયા સબડિવિઝનમાં બુલડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને ધ્વસ્ત કરી દીધી. સામ્યવાદી વિચારધારાના નાયક લેનિનની મૂર્તિ તોડ્યા બાદ વામપંથી દળ અને તેના કૈડર ખૂબ નારાજ છે.

આપને જણાવી દઇએ કે ત્રિપુરા રાજ્યમાં ભાજપની જીત બાદ રાજ્યના કેટલાંક વિસ્તારોમાંથી તોડફોડ અને મારપીટના સમાચાર આવી રહ્યાં છે. 25 વર્ષથી સત્તામાં રહેલ સીપીઆઈ(એમ) આરોપ મૂકાઇ રહ્યો છે કે ભાજપ-આઇપીએફટી કાર્યકર્તા હિંસા પર ઉતારી ચૂકયા છે. તેઓ માત્ર વામપંથી ઓફિસોમાં જ તોડફોડ કરી રહ્યાં નથી પરંતુ કાર્યકર્તાઓના ઘરો પર પણ હુમલો કરીને નિશાન સાંધી રહ્યાં છે.

બીજીબાજુ રૂસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિ ધ્વસ્ત કરતાં સમયે લોકોએ ભારત માતાની જયના નારા લગાવતા સંભળાય શકે છે. એક ન્યૂઝ ચેનલના મતે ત્રિપુરાના એસપી કમલ ચક્રવર્તી (પોલીસ કંટ્રોલ)ને માહિતી આપી કે સોમવારે બપોરે અંદાજે 3:30 વાગ્યે ભાજપ સમર્થકોએ બુલડોઝરની મદદથી ચાર રસ્તા પર આવેલી લેનિનની મૂર્તિ ધ્વસ્ત કરી દીધી. એસપીના મતે ભાજપ સમર્થકોએ બુલડોઝર ડ્રાઇવરને દારૂ પીવડાવીને આ ઘટનાને અંજામ આપ્યો. હાલ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે અને બુલડોઝરને સીઝ કરી દીધું છે.

લેફ્ટે કહ્યું, ડરાવાની કોશિષ
આ ઘટના પર સીપીઆઈ(એમ)એ આકરી પ્રતિક્રિયા આપતા નારાજગી વ્યક્ત કરી છે. સાથો સાથ વામપંથી કૈડરો અને ઓફિસરો પર થયેલા હુમલાનું લિસ્ટ રજૂ કરતાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર તેમના કાર્યકર્તાઓને ડરાવાની અને તેમના મનમાં ડર પેદા કરવાનો આરોપ મૂકયો છે. સાથો સાથ કહ્યું કે આ હિંસક ઘટનાઓ વડાપ્રધાન દ્વારા ભાજપને લોકતાંત્રિક બતાવાના દાવાની મજાક છે.

કોણ છે વ્લાદિમીર લેનિન
રૂસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિને 1893થી તેમણે રૂસના સામ્યવાદી વિચારધારાનો પ્રચાર શરૂ કર્યો હતો. તેના લીધે આ દરમ્યાન લેનીને કેટલીય વખત જેલ મોકલવામાં આવ્યો હતો અને નિર્વાસિત પણ કરાયા. ‘પ્રલિટરિ’ અને ‘ઇસ્ક્રા’ના સંપાદનના અતિરિક્ત 1898માં તેમને બોલ્શેવિક પાર્ટીના સ્થાપના કરી. 1905મા ક્રાંતિના તેમના પ્રયાસ અસફળ રહ્યા, પરંતુ 1917માં તેમણે રૂસની પુનનિર્માણ યોજના બનાવી અને સફળ થયા. તેમણે કેરેન્સકીની સરકાર પલટી દીધી અને 7 નવેમ્બર, 1917ના રોજ લેનીનની અધ્યક્ષતામાં સોવિયત સરકાર બની. લેનિનના કોમ્યુનિસ્ટ સિદ્ધાંત અને કાર્યનીતિ લેનિનવાદના નામથી જાણીતા છે. આજના વામપંથ વિચારધારા અને કાર્યશૈલીમાં તેમના સિદ્ધાંતોનું અગત્યનું યોગદાન છે.