Stay at home during lockdown, your talent won't go away: Virender Sehwag
  • Home
  • Sports
  • Cricket
  • હથિયાર હેઠા મૂક્યા છે પણ તેને ચલાવવાનું હજી ભૂલ્યો નથી: વિરેન્દ્ર સહેવાગ

હથિયાર હેઠા મૂક્યા છે પણ તેને ચલાવવાનું હજી ભૂલ્યો નથી: વિરેન્દ્ર સહેવાગ

 | 5:32 pm IST

કોરોના વાયરસના ખૌફ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ આ મુશ્કેલ સ્થિતિથી લડવા માટે લોકોને પોતાની રીતથી હિમ્મત આપી રહ્યા છે. કોરોના વાયરસના કહેર વચ્ચે વીરેન્દ્ર સહેવાગે એક મજેદાર ટ્વીટ કરતા દેશવાસીઓને આ ભયંકર બીમારીથી બચવાનો સંદેશ આપ્યો છે.

ખરેખર, વીરૂએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને લોકોને પોતાના ઘરોમાં રહેવા અને ક્યાંય પણ બહાર ન નિકળવાની અપીલ કરી છે.

વીરેન્દ્ર સહેવાગે ટ્વીટર પર પોતાનો વીડિયો શેર કરી તેના કેપ્શનમા લખ્યુ,’આ હાથોએ માત્ર હથિયાર હેઠા મૂક્યા છે, ચલાવવાનું ભૂલ્યા નથી. તમારૂ ટેલેન્ટ ક્યાંય નહી જાય, તો માટે પ્લીઝ ક્યાંય બહાર ન નિકળશો.’

વીરેન્દ્ર સહેવાગે આ વીડિયોમાં બેટથી શૉટ લગાવી રહ્યો છે. જ્યારે ટ્વીટમાં તેને જે ડાયલોગનો ઉપયોગ કર્યો છે તે સુલ્તાન ફિલ્મનો છે. સહેવાગે પોતાની રીતે લોકોને સમજાવવાની કોશિશ કરી છે કે, ઘરમાં બેસી રહેવાથી ટેલેન્ટ ઓછૂ નહી થાય. માટે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

તમને જણાવી દઇએ કે, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 4400થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 100ને પાર પહોંચી ગઇ છે.

આ વીડિયો પણ જુઓ : સેન્સેક્સમાં 2450 પોઈન્ટ વધ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન