ચુસ્ત અને દુરસ્ત રહેવું હોય તો ખાવા-પીવામાં સચેત રહો - Sandesh
  • Home
  • Kids Corner
  • ચુસ્ત અને દુરસ્ત રહેવું હોય તો ખાવા-પીવામાં સચેત રહો

ચુસ્ત અને દુરસ્ત રહેવું હોય તો ખાવા-પીવામાં સચેત રહો

 | 12:07 am IST

દવાઓ ઉપયોગી છે, અમુક સંજોગોમાં અનિવાર્ય પણ ખરી, છતાં જગતમાં શ્રેષ્ઠ ઔષધ તો ખોરાક પોતે જ છે. માણસે સાજા રહેવું હોય તો અને ઇવન માંદા પડી ગયા પછી સાજા થવું હોય તો પ્રોપર ફૂડનું ખાસ ધ્યાન રાખવું પડે.

પણ આજનો જમાનો જ એવો છે, આપણા જીવનનું રૂટિન જ એવું છે અને આપણાં આહાર-વિહાર જ એવાં છે કે ધીમેધીમે શરીરમાં મેદ જમા થતી રહે. મેદસ્વિતા એ આજના વિશ્વની ટોચના સમસ્યાઓમાં સ્થાન પામે છે. મેદથી ફ્ક્ત આપણો બાહ્ય દેખાવ જ નહીં, આંતરિક સ્વાસ્થ્ય પણ કથળે છે. આવામાં, તંદુરસ્ત જીવન જીવવા માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ. તેની સીધી, સરળ, આસાનીથી અમલમાં મૂકી શકાય એવી ટિપ્સ તમને સોની બીબીસી અર્થના સિક્રેટ્સ બિહાઈન્ડ ફૂડ નામના કાર્યક્રમમાં જોવા મળે છે. તમે આ રીતે ચુસ્ત-દુરસ્ત રહી શકો છોઃ

જ્યારે પણ તમે કોઈ ફૂડ ખરીદો ત્યારે તેના પર ‘પ્રતિ ૧૦૦ ગ્રામ’વાળું લખાણ ખાસ વાંચી લેવું. હા, તમે એમઆરપી ચેક કરી લો છો, એ રીતે જ. ફૂડ કંપનીઓ પેકેટ પર આ ખોરાક કેટલો ખાવો એ લખવા માટે બંધાયેલી નથી. એટલે જે લોકો આરોગ્યના મામલે જાગૃત છે તેમણે ખાદ્યપદાર્થની ખરીદી વખતે એ ફૂડમાં સો ગ્રામ દીઠ કયા તત્ત્વો કેટલા છે એ ખાસ જોઈ લેવું.

સીધીસાદી સિંગ (મગફ્ળી) એક પોષક આહાર છે. તેમાં જે સેચ્યુરેટેડ ફેટ હોય છે તે શરીરમાં કોલેસ્ટેરોલનું લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન બી, ઈ અને ઝિંક, મેગ્નેશિયમ અને કોપર જેવાં ખનીજો છે, જે સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

ઘણા લોકો રસોઈ બનાવવા માટે હવે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરતાં થયાં છે. લોકોનું માનવું છે કે ઓલિવ ઓઇલ સ્વાસ્થ્ય માટે સારું છે. હા, એ સારું તો છે, પરંતુ એનો ઉપયોગ કરતી વખતે એક વાત યાદ રાખજો કે ઉકાળેલા ઓલિવ ઓઇલ કરતાં કાચું ઓલિવ ઔઓઇલ સારું. એટલે આ ઓઇલનો ઉપયોગ ડ્રેસિંગ તરીકે (ઉપરથી રેડવામાં) કરવામાં આવે ત્યાં સુધી બરાબર છે, બાકી તેનો ઉપયોગ વાનગીને તળવા માટે કરવામાં આવે છે ત્યારે તેની સુગંધ અને સુગંધની સાથે તેના ઉપયોગી પોષક તત્ત્વો નાશ પામે છે.

ડેઝર્ટસ (જમ્યા પછી ખવાતી સ્વીટ ડિશ) ગળી તો હોય જ છે, પરંતુ શું તમને એ વાતની ખબર છે કે એમાં થોડું મીઠું (ફ્લેકી સી સોલ્ટ) પણ હોય છે? આ ફ્લેકી સી સોલ્ટ ડેઝર્ટસને સ્વાદ અને દેખાવમાં વધુ મોહક બનાવે છે. તમારા મનગમતા ડેઝર્ટમાં આ ફ્લેકી સી સોલ્ટ ઉમેરાયું હોય એવી શક્યતા ખરી.

મરચાં આરોગ્ય માટે સારાં નથી એવું કહેવાય છે. જો કે આ એક ગેરસમજ છે. અંગ્રેજીમાં કેપ્સિકમ તરીકે ઓળખાતાં મરચાંમાંનું કેપ્સેસિન નામનું તત્ત્વ શરીરમાંની કેલરી એટલે કે લાંબા ગાળે વધુ ફેટ બાળવામાં ઉપયોગી બને છે. ટૂંકમાં, થોડું મરચું તમારા ભોજનને થોડું ચટાકેદાર બનાવવા ઉપરાંત હેલ્ધી પણ બનાવે છે.

આવી બધી જાણકારી માટે જોતાં રહો સોની બીબીસી અર્થ પર સિક્રેટ્સ બિહાઈન્ડ ફૂડ. એ તમને આરોગ્યપ્રદ જીવન જીવવામાં મદદ કરશે.

  • Special Feature