સુરતઃ પરીક્ષાનું કેન્દ્ર જોવા ગેયલા ધો.10ના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતઃ પરીક્ષાનું કેન્દ્ર જોવા ગેયલા ધો.10ના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત

સુરતઃ પરીક્ષાનું કેન્દ્ર જોવા ગેયલા ધો.10ના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત

 | 3:56 pm IST

ટૂંક સમયમાં ગુજરાત એસએસજી અને એચએસજી બોર્ડની પરીક્ષાઓ થનારી છે ત્યારે વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષાનું ભારણ વધી રહ્યું છે. બોર્ડના પરીક્ષા કેન્દ્રો જાહેર થયા છે ત્યારે સુરતમાં બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર જોવા ગયા બાદ ધોરણ દસનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જોકે, તે સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડના વેપારી રહે છે. તેમનો 17 વર્ષીય પુત્ર ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાથી તે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર જોવા માટે ગયો હતો. પાંડેસરાના તેરેનામ ચોકડી પાસેની આ ઘટનામાં વિદ્યાર્થી અચાનક ગુમ થઈ ગયો હતો. તપાસ કરતા આ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જોકે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોતાના પુત્રના મોતના પગલે પરિવરામાં શોકની લાગણી ફેલાઇ હતી.

;