સ્ટીલ પ્રોડક્ટો બનાવતી SUNFLAG IRON & STEEL સુંદર રિટર્ન આપી શકે... - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સ્ટીલ પ્રોડક્ટો બનાવતી SUNFLAG IRON & STEEL સુંદર રિટર્ન આપી શકે…

સ્ટીલ પ્રોડક્ટો બનાવતી SUNFLAG IRON & STEEL સુંદર રિટર્ન આપી શકે…

 | 4:48 am IST

શેર-સ્વેપઃ પ્રતિત પટેલ

૧૯૮૪માં સ્થપાયેલી નાગપુર સ્થિત સનફ્લેગ આયર્ન એન્ડ સ્ટીલ સ્ટીલ રોલ્ડ પ્રોડક્ટોનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોડક્ટોમાં ફ્લેટ બારનો સમાવેશ થાય છે જે ઓટોમોબાઇલ અને રેલવે સસ્પેન્શનમાં વપરાય છે. આ સિવાય કંપની ફોર્જિંગ, ઓટોમોબાઇલ અને સ્પ્રિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે રાઉન્ડ બાર અને રાઉન્ડ કોર્નર સ્ક્વેર એન્ડ વાયર રોડ હેક્ષેસ બનાવે છે. કંપની કોઈલનું ઉત્પાદન કરે છે. ભારત સિવાય કંપની સાઉથ ઈસ્ટ એશિયા, આફ્રિકા, મિડલ ઈસ્ટ અને સાઉથ અમેરિકાના દેશોમાં નિકાસ પણ કરે છે.

કંપનીની ઇક્વિટી રૂ. ૧૮૦.૨૨ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૫૨૮.૭૩ કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૪૯.૦૬ ટકા અને પબ્લિક ૫૦.૯૪ ટકા સ્ટેક ધરાવે છે. જાપાનની કંપની DAIDP STEEL CO LTD કે જેની સાથે કંપનીનું ટેકનિકલ કોલોબ્રેશન પણ છે એ આ કંપનીમાં ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. પરિણામોની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ ૩૫.૧૭ ટકા વધીને રૂ. ૫૩૩.૨૧ કરોડ થયું છે જ્યારે નફો ૨૧.૯૮ ટકા ઊછળીને રૂ. ૨૫.૭૫ કરોડ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા હાફની વાત કરીએ તો કંપનીનું વેચાણ ૩૦.૯૨ ટકા વધીને રૂ. ૧૦૦૬.૬૬ કરોડ થયું છે જ્યારે કંપનીનો નફો ૨૯.૪૨ ટકા ઊછળીને રૂ. ૫૧.૨૪ કરોડ થયો છે. વર્તમાન ભાવે આ સ્ટોક ૧૮.૬ના નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે જેની સામે અન્ય હરીફ કંપનીઓ ઘણા ઊંચા વેલ્યુએશને ક્વોટ થઇ રહ્યા છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રી ખૂબ જ સારો દેખાવ કરી રહી છે અને કંપનીની સ્ટીલ પ્રોડક્ટો મોટા પાયે ઓટોમોબાઇલ સેક્ટરમાં વપરાય છે અને ઓટોમોબાઇલ સેક્ટર પણ મજબૂત ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે જેનો ફાયદો આ કંપનીને પણ મળવાનો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા હાફના પરિણામો જોતા બીએસઈ ખાતે ૫૦૦૪૦૪ કોડથી લિસ્ટેડ આ સ્ટોક વર્તમાન ભાવે આકર્ષક લાગી રહ્યો છે. રૂ. ૭૨ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં રોકાણ કરી શકાય. ઉપરમાં મધ્યમગાળામાં રૂ. ૧૦૫-૧૧૦નો આંક જોવા મળી શકે છે. નોંધઃ ગત સપ્તાહે અહીંથી જણાવેલ કામદગીરી ફેશન રૂ.૧૩૩.૫થી માત્ર એક જ સપ્તાહમાં ૪૧ ટકા ઊછળીને રૂ.૧૮૮ થતો જોવાયો હતો. આ સિવાય પાછલા દિવસોમાં જણાવેલ સીએમઆઈ લિમિટેડ, પી જી ફોઇલ્સ, આકાર ઓટો ઇન્ડસ્ટ્રીઝ, આઈઓએલ કેમિકલ, ડાયનામિક ઇન્ડસ્ટ્રીઝ, સાંખ્યા ઇન્ફોટેક અને અન્ય અનેક શેર્સમાં ખૂબ જ સુંદર રિટર્ન મળતા જોવાયા છે.