steelbird sba 1 hf helmet review
  • Home
  • Technology
  • ટુ-વ્હીલર રાઈડ કરતી વખતે મોબાઇલ હેન્ડ્સ ફ્રીનું પણ કામ કરશે આ હેલમેટ

ટુ-વ્હીલર રાઈડ કરતી વખતે મોબાઇલ હેન્ડ્સ ફ્રીનું પણ કામ કરશે આ હેલમેટ

 | 10:28 am IST

ટુ-વ્હીલર રાઈડ કરતી વખતે રાઇડર ઘણી વખત રોડ અકસ્માતનો શિકાર મોબાઇલ ફોનના ઉપયોગ કરવાથી પણ થાય છે. બાઈક અથવા સ્કૂટર રાઇડ દરમિયાન તમારી પાસે ફોન કોલ એક વાર આવે તો ભલે તમે તેને રિસીવ ના કરો. પરંતુ જો તે ફોન કોલ કોઈ અકસ્મિક સ્થિતિમાં વારંવાર આવે તો તમારા માટે તે રીસીવ કરવો જરૂરી બની જાય છે.

તેવામાં ઘણીવાર લોકો ઝડપથી ટુ-વ્હીલર ચલાવતા સમયે તે ફોન કોલ રિસીવ કરવા માટે હડબડાટીમાં હેલ્મેટ ઉતારી ફોન કોલ રીસીવ કરે છે, જેના કારણે તે કેટલીક વખત અકસ્માતનો શિકાર બને છે. રાઈડ દરમિયાન ફોન કોલ રીસીવ કરતા તમે દરરોજ લોકોને જોવો છો. પણ શું તે સાચું અને સુરક્ષિત છે? તમારો જવાબ આવશે નહી.

આમાં સલામતી એમા જ છે કે જો રાઇડ દરમિયાન ફોન કોલ રીસીવ કરવો હોય તો તમે રોડની બાજુમાં સલામત સ્થાન પર ટુ-વ્હિલર રોકો અને ફોન કોલ રીસીવ કરવો જોઈએ. ક્યારેક તો તમે રેડ લાઈટ પર પણ તમારી નજર સમક્ષ જોયું હશે કે લોકો ટ્રાફિકમાં હેલ્મેટ ઉતારી ઝડપથી ફોન કોલ રીસીવ કરે છે, જે કે તે ખોટું અને અસુરક્ષિત છે.

આ રીતના માર્ગ અકસ્માતને રોકવા માટે સ્ટીલ બર્ડ હેલ્મેટે તાજેતરમાં એક નવું હેલ્મેટ લોંચ કર્યું છે. તેનું નામ સ્ટીલબર્ડ એસબીએ-1 એચએફ હેલ્મેટ છે. આ હેલ્મેટની સૌથી મોટી વિશેષતા તેના આગળ લખેલ એચએફ એટલે કે હેન્ડ્સ ફ્રી છે. જી હા, આ હેલ્મેટ દ્વારા તમે ટ્રાફિકમાં વિના હેલ્મેટ ઉતાર્યા વગર અને પેન્ટના ખિસ્સામાંથી ફોન નિકાળ્યા વગર આવી રહેલ ફોન કોલને સરળતાથી રીસીવ કરી શકો છો. અને સાથે સાથે મ્યુઝિકનો પણ આનંદ લઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન