Step Brother and Sister Of Ben Stokes Were Killed According To Report
  • Home
  • Sports
  • Cricket
  • આ વિસ્ફોટક ક્રિકેટરનું પીડાદાયક સત્ય આવ્યું બહાર, ભાઈ અને બહેનની થઈ હતી કરપીણ હત્યા

આ વિસ્ફોટક ક્રિકેટરનું પીડાદાયક સત્ય આવ્યું બહાર, ભાઈ અને બહેનની થઈ હતી કરપીણ હત્યા

 | 5:42 pm IST

બૉલ અને બેટથી એશિઝ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા ઇંગ્લિશ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સની જિંદગીનું એક અત્યંત પીડાદાયક સત્ય દુનિયા સામે આવ્યું છે. એક સમાચાર પત્રએ દાવો કર્યો છે કે 1988માં બેન સ્ટોક્સનાં જન્મ પહેલા તેના સાવકા ભાઈ અને બહેનની હત્યા કરી દેવામાં આવી હતી. બેન સ્ટોક્સની માતા ડેબનાં પહેલા લગ્નથી 2 બાળકો હતા, જેમની તેના પતિએ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ સ્ટોક્સની માતા ડેબે રગ્બી કૉચ ગેરાર્ડ સ્ટોક્સ સાથે લગ્ન કર્યા અને 1991માં ઇંગ્લેન્ડનાં ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનો જન્મ થયો.

8 વર્ષની ટ્રેસી અને 4 વર્ષનાં એન્ડ્ર્યૂને મારી હતી પિતાએ જ ગોળી

રિપોર્ટ પ્રમાણે રિચર્ડ ડન અને સ્ટોક્સની માતા ડેબનાં છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ રિચર્ડ ડનને ખબર પડી કે ડેબ રગ્બી કૉચ ગેરાર્ડ સ્ટોક્સ સાથે રિલેશનશિપમાં છે. રિચર્ડ ડનની પાસે તેના બાળકોની વિકેન્ડ કસ્ટડી હતી. એક દિવસ ડને 8 વર્ષની ટ્રેસી અને 4 વર્ષનાં એન્ડ્ર્યૂને ગોળી મારી દીધી અને ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી દીધી. ઉલ્લેખનીય છે કે બેન સ્ટોક્સે ક્યારેય પણ આ વિશે ઉલ્લેખ નથી કર્યો.

બેન સ્ટોક્સ થયો નારાજ

ધ સનનાં આ રિપોર્ટ બાદ બેન સ્ટોક્સે બ્રિટિશ સમાચાર પત્ર પર પ્રહાર કર્યા છે. સ્ટોક્સે આને પત્રકારત્વનું સૌથી ખરાબ સ્વરૂપ ગણાવ્યું છે. સ્ટોક્સે ટ્વિટર પર લખ્યું કે, ‘પોતાના રિપોર્ટરને મારા ઘર ન્યૂઝીલેન્ડ મોકલીને ઘાને દબાવવાનું કામ કર્યું છે. મારા નામનો ઉપયોગ કરીને મારી અને મારા માતા-પિતાની પ્રાઇવસી પર હુમલો કરવામાં આવ્યો જે તદ્દન ખોટુ છે. હું કોઇને પણ એ હક નથી આપતો કે મારી પ્રોફાઇલથી મારા માતા-પિતા, પત્ની અને બાળકો ઉપરાંત પરિવારનાં સભ્યોની પ્રાઇવસી પર હુમલો કરવામાં આવે. આ પત્રકારત્વનું સૌથી ખરાબ રૂપ છે, જે ફક્ત વેચવા પર આધારિત છે – કોઈની જિંદગીથી નહીં. આ ઘણું ખોટું છે.’

આ વિડીયો પણ જુઓ: અમરેલીના પ્રભારી ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ ઢેબી ડેમના નીરના વધામણાં કર્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન