સાવકી માતાની હેવાનિયત: દીકરીને જમવામાં માત્ર મરચું, ગુપ્તાંગમાં મારી લાતો - Sandesh
  • Home
  • Baroda
  • સાવકી માતાની હેવાનિયત: દીકરીને જમવામાં માત્ર મરચું, ગુપ્તાંગમાં મારી લાતો

સાવકી માતાની હેવાનિયત: દીકરીને જમવામાં માત્ર મરચું, ગુપ્તાંગમાં મારી લાતો

 | 8:24 pm IST

વડોદરામાં રહેતા અને કોમ્પ્યુટર એન્જીયર તરીકે કામ કરતા મૌલિક મોદીએ બીજા લગ્ન કર્યા હતા જેમને એક પુત્રી પણ હતી. પરંતુ સાવકી માતા પોતાની પુત્રીને માતાનો પ્રેમ આપીને વ્હાલથી રાખશે તેવા મૌલિક ભાઇને ખુબ જ કડવો અનુભવ થયો છે. મૌલિક ભાઇની પુત્રીએ સાવકી માતાની કાળી કરતુતોનો પોતાના પિતા સામે પર્દાફાસ કર્યો હતો. સમગ્ર મામલો સાંભળ્યા બાદ પિતાએ પોતાની પત્ની વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ દાખલ કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં સાવકી માતાની હેવાનીયત સામે આવી છે. 9 વર્ષની પુત્રી પર સાવકી માતાએ એવો અત્યાચાર ગુજાર્યો છે કે જાણીને તમારા રૂવાડા ઉભા થઇ જશે. સાવકી માતાએ બાળકીના ભોજનમાં મરચું નાખી ગુપ્તાંગ પર લાતો માર્યાનો નવ વર્ષની દિકરીએ આરોપ લગાવ્યો છે.

9 વર્ષની દીકરીની ફરિયાદના પગલે મૌલિક મોદી નામના શખ્સે બીજી પત્ની વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. દિકરીએ તેના પપ્પાને ફરીયાદ કરી હતી કે મારી માતાએ 6 વર્ષ સુધી મારા પર અત્યાચાર ગુજાર્યો છે અને મને ભીખારીની જેમ ખાવાનું આપે છે.